Surat News: ઉત્રાણ વિસ્તારમાં કારમાં 'MLA' નું બોર્ડ લગાવી દારૂ પીતા બે વેપારીઓ ઝડપાયા

May 5, 2026 - 21:30
Surat News: ઉત્રાણ વિસ્તારમાં કારમાં 'MLA' નું બોર્ડ લગાવી દારૂ પીતા બે વેપારીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉત્રાણ વિસ્તારમાં ઉચ્ચ વર્ગના વેપારીઓની નફ્ફટાઈ સામે આવી છે. વૈભવી મર્સિડીઝ કારમાં ધારાસભ્ય (MLA) નું બોર્ડ લગાવીને રસ્તા પર દારૂ પીતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખ્સો કોઈ ધારાસભ્ય નથી, પરંતુ માત્ર રોફ જમાવવા અને પોલીસ તપાસથી બચવા માટે કાર પર ગેરકાયદેસર રીતે 'MLA' નું બોર્ડ લગાવીને ફરતા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં ટેક્સટાઇલના વેપારીનો સમાવેશ

ઉત્રાણ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી છે: 1. પ્રફુલ સંઘાણી, 2.આશિષ વિકેરીયા. આ બંને આરોપીઓ પૈકી એક પેવર બ્લોકનો મોટો વેપારી છે, જ્યારે બીજો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. ધરપકડ સમયે બંને નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હતા અને નશામાં ચૂર થઈને કારમાં બેઠા હતા.

ઉત્રાણ પોલીસે ગુનો નોંધી કાર જપ્ત કરી

શહેરમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારૂ પીતા અને પદનો ખોટો ઉપયોગ કરતા તત્વો સામે ઉત્રાણ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે મર્સિડીઝ કાર તેમજ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તેમજ હોદ્દાનો ખોટો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સુરતના વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0