Surat News: અલથાણા છેડતી પ્રકરણમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર? મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી

Apr 27, 2026 - 09:30
Surat News: અલથાણા છેડતી પ્રકરણમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર? મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ચકચાર મચાવનારા અલથાણના છેડતી પ્રકરણમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. સમગ્ર છેડતી પ્રકરણ આમ આદમી પાર્ટીનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર હોવાનું અને ભાજપ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર રચાયું હોવાનો ઘટસ્ફોટ ઓડિયો ક્લિપ વાયરલમાં થયો હતો.પોલીસની તપાસમાં આમ આદમી પાર્ટીના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે.ઓડિયો ક્લીપમાં મેહુલનો અવાજ હોવાનું પોલીસે જણાવ્યું છે.

શનિવારે બપોર દરમિયાન ભારે ઊહાપોહ મચ્યો

અલથાણમાં સગીરાની છેડતી પ્રકરણમાં શુક્રવારે મોડી સાંજથી લઈને શનિવારે બપોર દરમિયાન ભારે ઊહાપોહ મચ્યો હતો.હવે આખું પ્રકરણ પૂર્વ આયોજિત હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ મામલો હવે આમ આદમી પાર્ટીની મેલી મુરાદ સાથે જોડાયો હોવાનું બહાર આવ્યું છે.આમ આદમી પાર્ટીના જ વોર્ડ નંબર-29ના ઉમેદવાર જીવરાજ પટેલના અંગત માણસનો અન્ય એક વ્યક્તિ સાથેનો સંવાદ ઓડિયો કિલપરૂપે વાયરલ થયો હતો.આ ઓડિયો કિલપમાં થતી વાતો ઘટનાની વાસ્તવિકતા અંગે ઘણું બધું કહી જાય છે. બન્ને વચ્ચેની વાતચીતને જોતાં મુસ્લિમ સમાજને કેન્દ્રમાં રાખીને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

ઓડિયો ક્લીપ બાબતે મેહુલ ઉર્ફે રાવણ સામે તપાસ શરૂ

પ્રાથમિક તપાસ બાદ એસીપી ઝવેર દેસાઈએ જણાવ્યું હતું કે,મેહુલનો અવાજ હોવાનું બહાર આવ્યા બાદ ઓડિયો ક્લીપ બાબતે મેહુલ ઉર્ફે રાવણ સામે તપાસ શરૂ કરવામાં આવી છે.મેહુલ ઉર્ફે રાવણ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે.આપના નેતા ગોપાલ ઇટાલિયા અને અરવિંદ કેજરીવાલ સાથે તેના ફોટો પણ છે.અલથાણ વિસ્તારમાં મોપેડ પર પસાર થતી સગીરાને રસ્તા વચ્ચે આંતરીને જાહેરમાં છેડતી કરનારા એવા મહંમદ અઝીઝ શેખને પોલીસે પકડીને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.મૂળ બારડોલીનો વતની અને હાલ ભેસ્તાનમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં ડિઝાઇનર તરીકે કામ કરતો અઝીઝ બે સંતાનનો પિતા છે.

આ પણ વાંચોઃ Surat: સલાબતપુરામાં પતિની ક્રૂરતા, પત્નીની હત્યા કરી લાશને લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી દીધી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0