Surat News: 5 ઝોનમાં પાણીકાપ, 12 લાખ લોકોને પીવાનું પાણી નહિ મળે

ઉમરવાડા, ડુંભાલ, ઉધના સંઘ, ખટોદરામાં પાણી કાપ અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડમાં પાણી કાપ આજે આભવા, ગવિયર વિસ્તારમાં પાણી નહીં આવે આજે સુરતના 5 ઝોનમાં પાણી કાપ આપવામાં આવશે. જેમાં 12 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહીં. તેમાં સરથાણા વોટરવર્કસમાં રિપેરિંગને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઉમરવાડા, ડુંભાલ, ઉધના સંઘ, ખટોદરામાં પાણી કાપ છે. તેમજ અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડમાં પાણી કાપ સાથે આજે આભવા, ગવિયર વિસ્તારમાં પાણી આવશે નહિ. રીપેરીંગ અને મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી 5 ઝોનમાં પાણી બંધ સરથાણા વોટર વર્કસ ખાતે આજે વીજળીને લગતું રીપેરીંગ અને મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી 5 ઝોનમાં પાણી બંધ રહેશે, જેમાં 12 લાખ લોકોને અસર થશે. સરથાણા વોટર વર્કસ ખાતે પાવર સપ્લાય બંધ રહેવાના કારણે વોટર વર્કસ સાથે જોડાયેલા જળ વિતરણ મથકો ઉમરવાડા, ડુંભાલ, કિન્નરી, ઉધના સંઘ, ખટોદરા, અલથાણ, વેસુ, ભીમરાડ, આભવા, ડુમસ, ગવીયર તેમજ સ્માર્ટ સીટી જળ વિતરણ મથક તેમજ મગોબ જળ વિતરણ મથકમાં સરથાણાથી પાણી પુરવઠો આપી શકાશે નહીં. વીજળી બંધ રાખવાની હોવાથી સરથાણાથી જળ વિતરણ મથકો પર પુરવઠો આપી શકાશે નહીં પૂર્વ ઝોન-એ, પૂર્વ ઝોન-બી (સરથાણા), સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ), લિંબાયત તથા અઠવા ઝોનના સંલગ્ન વિસ્તારોમાં આજે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે, જેથી શહેરીજનોને પાણીની વ્યવસ્થા કરવા પાલિકાએ અપીલ કરી છે. આ પાણી કાપના કારણે સરથાણા, વરાછા, લિંબાયત, સેન્ટ્રલ, અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં અસર થશે એવું પાલિકાએ ઉમેર્યું હતું. વીજળી બંધ રાખવાની હોવાથી સરથાણાથી જળ વિતરણ મથકો પર પુરવઠો આપી શકાશે નહીં.

Surat News: 5 ઝોનમાં પાણીકાપ, 12 લાખ લોકોને પીવાનું પાણી નહિ મળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમરવાડા, ડુંભાલ, ઉધના સંઘ, ખટોદરામાં પાણી કાપ
  • અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડમાં પાણી કાપ
  • આજે આભવા, ગવિયર વિસ્તારમાં પાણી નહીં આવે

આજે સુરતના 5 ઝોનમાં પાણી કાપ આપવામાં આવશે. જેમાં 12 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહીં. તેમાં સરથાણા વોટરવર્કસમાં રિપેરિંગને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઉમરવાડા, ડુંભાલ, ઉધના સંઘ, ખટોદરામાં પાણી કાપ છે. તેમજ અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડમાં પાણી કાપ સાથે આજે આભવા, ગવિયર વિસ્તારમાં પાણી આવશે નહિ.

રીપેરીંગ અને મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી 5 ઝોનમાં પાણી બંધ

સરથાણા વોટર વર્કસ ખાતે આજે વીજળીને લગતું રીપેરીંગ અને મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી 5 ઝોનમાં પાણી બંધ રહેશે, જેમાં 12 લાખ લોકોને અસર થશે. સરથાણા વોટર વર્કસ ખાતે પાવર સપ્લાય બંધ રહેવાના કારણે વોટર વર્કસ સાથે જોડાયેલા જળ વિતરણ મથકો ઉમરવાડા, ડુંભાલ, કિન્નરી, ઉધના સંઘ, ખટોદરા, અલથાણ, વેસુ, ભીમરાડ, આભવા, ડુમસ, ગવીયર તેમજ સ્માર્ટ સીટી જળ વિતરણ મથક તેમજ મગોબ જળ વિતરણ મથકમાં સરથાણાથી પાણી પુરવઠો આપી શકાશે નહીં.

વીજળી બંધ રાખવાની હોવાથી સરથાણાથી જળ વિતરણ મથકો પર પુરવઠો આપી શકાશે નહીં

પૂર્વ ઝોન-એ, પૂર્વ ઝોન-બી (સરથાણા), સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ), લિંબાયત તથા અઠવા ઝોનના સંલગ્ન વિસ્તારોમાં આજે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે, જેથી શહેરીજનોને પાણીની વ્યવસ્થા કરવા પાલિકાએ અપીલ કરી છે. આ પાણી કાપના કારણે સરથાણા, વરાછા, લિંબાયત, સેન્ટ્રલ, અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં અસર થશે એવું પાલિકાએ ઉમેર્યું હતું. વીજળી બંધ રાખવાની હોવાથી સરથાણાથી જળ વિતરણ મથકો પર પુરવઠો આપી શકાશે નહીં.