Surat News : સુરતમાં દર્દીના સગાએ તબીબને 1,2,3 નહી પણ 12 લાફા ઝીંકી દીધા, બાળકની સારવારને લઈ થયો હતો વિવાદ

Sep 15, 2025 - 10:30
Surat News : સુરતમાં દર્દીના સગાએ તબીબને 1,2,3 નહી પણ 12 લાફા ઝીંકી દીધા, બાળકની સારવારને લઈ થયો હતો વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના પાંડેસરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા બાળકના પરિજનમાંથી એક વ્યકિતએ ડોકટરને 12 લાફા ઝીંકી દીધા હતા, બાળકને જલ્દી સારવાર આપો તેમ કહી વિવાદ થયો હતો, ડોકટર તેમના રૂમમાં ખુરશી પર બેઠા હતા અને દર્દીના સગા અંદર આવીને બોલાચાલી કરવા લાગ્યા અને લાફા ઝીંકી દીધા હતા.

સુરતમાં દર્દીના સગાનો તબીબ પર હુમલો

સુરતમાં દર્દીના સગાએ તબીબ પર હુમલો કર્યો છે, દર્દીના સગાએ તબીબને 12 લાફા ઝીંક્યા છે અને બાળકને જલ્દી દાખલ કરવા મુદ્દે ઝગડો થયો છે, પાંડેસરાની ખાનગી હોસ્પિટલમાં આ ઘટના બની છે, બાળકને જલ્દી સારવાર મળે તેને લઈ વિવાદ થયો હતો, સમગ્ર ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તબીબને ચેમ્બરમાં ઘુસીને માર મારવામાં આવ્યો છે, મહત્વનું છે કે, ડોકટર કઈ કે તે પહેલા પરિજન તેમની વાત સાંભળ્યા વિના લાફા મારવા લાગ્યો હતો.

ડોકટરને લાફો મારશો તો જલ્દી સારવાર મળે તેવું હોય કંઈ ?

ગુજરાતની અનેક હોસ્પિટલમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે જેમાં દર્દીના સગાઓ ગુસ્સે ભરાઈને ડોકટરને માર મારતા હોય છે, જે ડોકટર તમારા દર્દીની સારવાર કરે તેને જ તમે માર મારો તો કેટલું યોગ્ય કહેવાય ! આવી રીતે માર મારવાથી જલ્દી સારવાર નથી મળતી અને સારવારમાં પણ તકલીફ ઉભી થાય છે અને દર્દીને વધુ પીડા થાય છે કેમ કે સારવાર લેવામાં આવેલા દર્દી સાઈડમાં રહે છે અને પરિજનો હોબાળો મચાવતા હોય છે, પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને દર્દીના સગાની સરભરા કરવાની તૈયારી શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0