Surat News : સુરતના ઉધનામાં 3 વર્ષના બાળકના અપહરણનો કેસ, પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યુ રિકન્ટ્રકશન

Nov 1, 2025 - 08:30
Surat News : સુરતના ઉધનામાં 3 વર્ષના બાળકના અપહરણનો કેસ, પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યુ રિકન્ટ્રકશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉધનાં વિસ્તારમાં ઘર સામે જ રમી રહેલાં ત્રણ વર્ષીય બાળકનું બદઇરાદે સાથે છોકરી સમજી અપહરણ કરી ગયેલાં મનોવિકૃતનું પોલીસે સરઘસ—રિકન્સ્ટ્રકશન કર્યું હતું. બાળકને 117 મિનિટના સમયગાળા દરમ્યાન જ્યાં જ્યાં લઈને ફર્યો હતો તે સ્થળે તેને લઇ જવાયો હતો. મૂળ મધ્ય પ્રદેશનાં વતની અને હાલ ઉધનાં વિસ્તારમાં રહેતાં દંપતિનો ત્રણ વર્ષીય પુત્ર બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેની જ વયનાં બાળક સાથે રમી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો યુવક ચોકલેટની લાલચ આપી અપહરણ કરી ગયો હતો.

ઉધના પોલીસે સીસીટીવી ચેક કર્યા અને ભાંડો ફૂટયો

અપહરણનાં એક કલાકમાં જ દંપતિ ઉધના પોલીસ મથકે દોડી ગયું હતું પોલીસે અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ચેક કરતાં જ એક યુવક બાળકનું અપહરણ કરીને લઈ જતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. આ બાળકને લઈ જતો શખ્સ જે દિશામાં લઇ જતો દેખાયો હતો તેનો પીછો કરવાને બદલે દેસાઇએ ટીમ આગળ મોકલી તેમને રિવર્સમાં સીસીટીવી ચેક કરવા જણાવ્યું હતું અને ૫૫ મિનિટમાં જ સફળતા હાથ લાગી હતી. પોલીસે પટેલ નગર પાસે જયારે એક દુકાનમાં સીસીટીવી ચેક કરવા પહોંચી ત્યારે નાટયાત્મક રીતે અપહરણકાર બાળકને ખભા પર ઉંચકીને આવતો દેખાતાં દોડીને દબોચી લેવાયો હતો.

પોલીસે પોકસોનો ગુનો પણ નોંધ્યો આરોપી સામે

પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવાની સાથે કોર્ટની પરમિશન લઇ બી.એન.એસ.ની કલમ 140(4) અને પોક્સોની કલમ 12નો ઉમેરો કર્યો હતો. દાનિશ શેખને શુક્રવારે ઘટનાં સ્થળે લઇ જવાયો હતો. અહીં તેણે બાળકનું કેવી રીતે અપહરણ કર્યું અને તે કયા કયા રસ્તે બાળકને લઈ ગયો હતો. જે બે દુકાનમાં ચોકલેટ અને વેફર અપાવવા માટે લઇ ગયો હતો ત્યાં પણ તેને લઈ જવાયો હતો. અહીં પણ કેટલાંક શખ્સોએ તેને બાળક સાથે જોયો હોઈ ઓળખી બતાવ્યો હતો.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0