Surat News: સુમુલ ડેરીની ચૂંટણીમાં મોટો ધડાકો! ફોર્મ ખેંચાય તે પહેલાં જ ઉમેદવારો અજ્ઞાત સ્થળે મોકલાયા

Jun 27, 2026 - 21:30
Surat News: સુમુલ ડેરીની ચૂંટણીમાં મોટો ધડાકો! ફોર્મ ખેંચાય તે પહેલાં જ ઉમેદવારો અજ્ઞાત સ્થળે મોકલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન અને અંદાજે રૂ.12,000 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સૌથી મોટા સંગઠન પર વર્ચસ્વ મેળવવા માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આગામી 29 જૂનથી 4 જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો મહત્વપૂર્ણ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન જ ખરાખરીનો ખેલ ખેલાવવાની શક્યતા હોવાથી ડેરીની આ ચૂંટણી હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.

ગુપ્ત બેઠક બાદ ઉમેદવારો અજ્ઞાત સ્થળે રવાના

આ ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડવા માટે કોંગ્રેસ પક્ષ પણ સક્રિય થયો છે. સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા ભાજપના મેન્ડેટ સિવાયના એટલે કે વિરોધ પક્ષના સમર્થિત પશુપાલક ઉમેદવારો સાથે એક હાઈપ્રોફાઈલ અને ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થતાં જ એક મોટો વળાંક આવ્યો હતો. મિટિંગ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ કોંગ્રેસ સમર્થિત તમામ 11 જેટલા ઉમેદવારોને કોઈને ખબર ન પડે તે રીતે તાત્કાલિક અજ્ઞાત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા.

'રિઝોર્ટ પોલિટિક્સ' શરૂ: ફોર્મ ખેંચાવવાના દબાણનો ડર

મળતી વિગતો મુજબ 29 જૂનથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હોવાથી આ સમયગાળા દરમિયાન શાસક પક્ષ ભાજપ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા માટે રાજકીય કે વહીવટી દબાણ કરવામાં આવે તેવી પૂરેપૂરી ભીતિ સેવવામાં આવી રહી હતી. આ સંભવિત 'હોર્સ ટ્રેડિંગ' અને દબાણથી ઉમેદવારોને બચાવવા માટે તમામ 11 ઉમેદવારોને ચાર્ટર પ્લેન મારફતે ખાસ સુરક્ષા વચ્ચે ગુજરાતની બહાર મોકલી દેવાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0