Surat News : શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, પાણી ભરાયેલા વિસ્તારોમાં ડાયવર્ઝન અપાયુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન A માં 113 મિમી અને વરાછા ઝોન B માં 112 મિમી ખાબક્યો છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 91 મિમી, રાંદેર ઝોનમાં 85 મિમી, કતારગામ ઝોનમાં 81 મિમી, લિંબાયત ઝોનમાં 80 મિમી, અઠવા ઝોનમાં 63 મિમી અને ઉધના ઝોનમાં 67 મિમી વરસાદ નોંધાયો છે.
પોલીસ તંત્ર ખડેપગે અને રાહત-બચાવ કામગીરી
ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સુરત પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતાં પોલીસે ત્યાં રહેતા નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જળમગ્ન વિસ્તારોમાં વાહનવ્યવહાર પૂર્વવત રાખવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે, તેમજ પાણી ભરાયેલા મુખ્ય માર્ગો પરથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
નાગરિકોની સલામતી માટે પોલીસની ખાસ સૂચનાઓ
સુરત પોલીસે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.પોલીસે લોકોને અપીલ કરી છે કે નીચાણવાળા કે પાણી ભરાયેલા વિસ્તારો અને વહેતા પાણીમાં વાહનો ન હંકારવા તથા પૂરના પાણીમાં નાહવા કે તરવા ન જવું. આ ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા પાણી કે ખાડાઓની આસપાસ ચેતવણીના નિશાન લગાવવા અને ઇલેક્ટ્રિક લાઇન સંબંધિત કામગીરીમાં પૂરતી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ સંકટ કે કટોકટીના સમયે તાત્કાલિક મદદ મેળવવા માટે પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૧૧૨ પર સંપર્ક કરવા પણ જણાવાયું છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Update : વલસાડમાં 12 હજાર અને નવસારીમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

