Surat News: ભાજપની સેન્સ પ્રક્રિયામાં 96 બેઠક માટે 1578 દાવેદારો, ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા

Apr 3, 2026 - 11:00
Surat News: ભાજપની સેન્સ પ્રક્રિયામાં 96 બેઠક માટે 1578 દાવેદારો, ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એટલે કે સેન્સ લેવાનો અથવા તો દાવેદારોને સાંભળવાનો દૌર ચાલી રહ્યો હોય માહોલ વધુ ચૂંટણીમય થઈ ગયો હતો.ગુરુવારે બીજા દિવસે 12 વોર્ડ અને 48 બેઠકોની ચાલેલી પસંદગી પ્રક્રિયામાં દાવેદારોનો ધસારો અકબંધ રહ્યો હતો.કમળના નિશાન પર ચૂંટણી લડવા 778 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. હવે ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે.

પ્રથમ દિવસે 800 દાવેદારો નોંધાયા

સુરતમાં ભાજપમાં બુધવારે પ્રથમ દિવસે વોર્ડ નંબર-1થી 12ની પસંદગી પ્રક્રિયામાં 800 દાવેદારો નોંધાયા હતા.બીજા દિવસે ગુરુવારે વોર્ડ નંબર-13થી24ની પસંદગી પ્રક્રિયા સાથે 778એ દાવેદારી કરી હતી.પસંદગી પ્રક્રિયાને કારણે ભાજપ કાર્યાલય પર આખો દિવસ કાર્યકર્તા, નેતાઓ, પાલિકાના પૂર્વ પદાધિકારીઓ, ભાજપ સંગઠનના વર્તમાન હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો, ભૂતકાળમાં ચૂંટણી લડેલા ઉમેદવારોની ચહેલપહેલ દેખાઇ હતી.

96 બેઠક માટે 1578 દાવેદારો નોંધાયા

બીજા દિવસની ભાગદોડમાં વોર્ડ નંબર-17 પૂણા પૂર્વમાં સૌથી ઓછા 37 અને વોર્ડ નંબર-20 ખટોદરા, મજૂરામાં સૌથી વધુ 104 દાવેદારો રહ્યા હતા. કેટલાક વોર્ડમાં અન્ય વોર્ડમાં રહેતા કાર્યકર્તાઓએ પણ દાવેદારી કરી હોવાનું નોંધાયું હતું.ગુરુવારે પણ મોડી સાંજ સુધી પસંદગી પ્રક્રિયા ચાલી હતી અને હજુ 6 વોર્ડ માટે શુક્રવારે દોડ અકબંધ રહેશે.શુક્રવારે પસંદગી પ્રક્રિયા બાદ સંભવતઃ ધારાસભ્યો, હોદ્દેદારોની સંકલન બેઠક પણ યોજાશે. આજે વોર્ડ 25થી 30ના દાવેદારોની સેન્સ લેવાશે. આ ચૂંટણીમાં ડોક્ટરો પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતાં. વોર્ડ 1થી 24માં 96 બેઠક માટે 1578 દાવેદારો નોંધાયા છે.


આ પણ વાંચોઃ Kheda News: ડાકોરમાં મૂર્તિઓ વેચતા ગરીબ ફેરિયાને IT વિભાગે 19 કરોડની નોટીસ મોકલી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0