Surat News: બે પાસપોર્ટ ઓફિસ અને એક પોસ્ટ ઓફિસને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં ફરી એકવાર સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે દોડધામ મચી ગઈ છે. સુરતની બે પાસપોર્ટ ઓફિસ અને એક મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે, જેને પગલે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
એકસાથે ત્રણ મહત્વની સરકારી કચેરીઓ મળી ધમકી
મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના દરવાજા અને ઉમરા ગામ ખાતે આવેલી બંને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ સાથે સાથે નાનપુરા સ્થિત મધ્યસ્થ પોસ્ટ ઓફિસને પણ આ જ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. એકસાથે ત્રણ મહત્વની સરકારી કચેરીઓને ટાર્ગેટ કરાતા તંત્ર હરકતમાં આવ્યું છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે
ધમકીભર્યા મેલની માહિતી મળતાની સાથે જ સુરત પોલીસની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરત શહેર પોલીસની અલગ-અલગ ટીમો પણ ત્રણેય સ્થળોએ તૈનાત કરી દેવામાં આવી છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઈમેલ કરનાર અજ્ઞાત શખ્સની ભાળ મેળવવા સાયબર ક્રાઈમ ટીમની મદદથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

