Surat News: નેશનલ એક્સપ્રેસ-વે 4 પર ભયાનક અકસ્માત બાદ કાર સળગી ઉઠી

Feb 7, 2026 - 01:00
Surat News: નેશનલ એક્સપ્રેસ-વે 4 પર ભયાનક અકસ્માત બાદ કાર સળગી ઉઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ગુજરાતમાં નેશનલ એક્સપ્રેસ-વે 4 પર રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કિમ નજીક આવેલા મોટી નરોલી ગામ પાસે એક્સપ્રેસ-વે પર ચઢતી વખતે એક કાર અને અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

અકસ્માત બાદ કારમાં લાગી હતી આગ

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરો જ્યારે આગ ઓલવી રહ્યા હતા ત્યારે સળગેલી કારની બિલકુલ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે મૃતક યુવક પોતે જ કાર ચલાવી રહ્યો હતો.

મૃતક યુવક કારચાલક હોવાની આશંકા

અકસ્માત બાદ તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હશે અથવા ટક્કરને કારણે બહાર ફેંકાયો હોઈ શકે છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે કારમાં અન્ય કોઈ વ્યક્તિ સવાર હતું કે નહીં. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. આશંકા સેવાઈ રહી છે કે કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારી હશે અને ત્યારબાદ કાર સળગી ઉઠી હશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને એક્સપ્રેસ-વે પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0