Surat News : દિવાળીના તહેવાર ટાણે સુરતમાં હાહાકાર, ગુજરાત ગેસ કંપનીના CNG નો પુરવઠો ખોરવાયો, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં દિવાળીના તહેવારની ખરીદી અને અવરજવર વચ્ચે ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરો પડાતો CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) નો પુરવઠો ખોરવાઈ જતાં શહેરના વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે શહેરના મોટા ભાગના CNG પંપોને ગેસ મળતો બંધ થઈ ગયો છે, જેના કારણે પંપો બંધ કરવાની ફરજ પડી છે. ગેસ કંપનીના પાઇપલાઇનમાં આવેલી આ ટેક્નિકલ ખામીને કારણે સુરત શહેરના ઘણા વિસ્તારોમાં CNG પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
ટેક્નિકલ ખામીથી હાલાકી
દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટે કે ખરીદી માટે બહાર નીકળ્યા હોય છે, તેવા સમયે જ આ પુરવઠો ખોરવાતા રિક્ષાચાલકો, કેબ ડ્રાઇવરો અને ખાનગી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોએ ગેસ પુરાવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ખામી દૂર કરવા માટે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, દિવાળીના સમયમાં આ સમસ્યા લાંબો સમય ચાલે તો સુરતની ટ્રાફિક અને જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે છે. વાહનચાલકોની માંગ છે કે કંપની વહેલી તકે આ ટેક્નિકલ ખામીને દૂર કરીને CNGનો પુરવઠો પૂર્વવત કરે, જેથી તહેવારના માહોલમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે.
What's Your Reaction?






