Surat News: ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ માટે 15 દિવસના વેઈટિંગથી વિદેશ જનારા અટવાયા

Oct 30, 2026 - 09:30
Surat News: ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ માટે 15 દિવસના વેઈટિંગથી વિદેશ જનારા અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી બેઠેલા શહેરીજનોએ આરટીઓ તંત્રના અણઘડ કારભારને કારણે રંજાડવાની નોબત ઊભી થઈ છે.દિવાળીના તહેવાર ટાણે વિદેશમાં ગાડી હંકારવા માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જનારા નાગરિકોના અરમાનો પર આરટીઓએ પાણી ફેરવી દીધું છે.સામાન્ય રીતે એક દિવસમાં IDP આપવાનો નિયમ છે પરંતુ હાલમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવવા માટે શહેરીજનોએ 15-15 દિવસ સુધી રાહ જોવી પડી રહે છે.કેમકે, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે સહેલાઈથીએની આગામી 12મી નવેમ્બર સુધીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે.હવે દિવાળી વેકેશન 8મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વેકેશનમાં IDP સાથે લઈને જનારા નાગરિકોએ લાયસન્સ વગર જ વિદેશ દૂર પર જવાની નોબત ઊભી થઈ છે.

અરજદારોને એપોઇન્ટમેન્ટના ચક્રમાં ફસાવી રહ્યા છે

દિવાળી વેકેશન દરમિયાન હજારો પરિવારો વિદેશ પ્રવાસે જતા હોવાથી દર વર્ષે આ સિઝનમાં આઈડીપીની માંગમાં મોટો ઉછાળો આવે છે.આ વાસ્તવિકતાથી વાકેફ હોવા છતાં સુરત આરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓએ લોકોની મુશ્કેલી હળવી કરવાના બદલે એપોઇન્ટમેન્ટના દિવસે જ આઈડીપી મળશે તેવો તઘલખી ફતવો જારી કરી દીધો છે.નિયમ મુજબ આઈડીપી આપવા માટે કોઈ લાંબી આંટીઘૂંટી ન હોવા છતાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવી અરજદારોને એપોઇન્ટમેન્ટના ચક્રમાં ફસાવી રહ્યા છે.એપોઇન્ટમેન્ટ વિના પણ તાત્કાલિક ધોરણે લાયસન્સ આપી શકાય તેવી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં બાબુઓ પોતાની જવાબદારીમાંથી છટકવા નિયમોનો આશરો લઈ લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે.વિદેશની ટિકિટો અને હોટલ બુકિંગ કરાવી ચૂકેલા નાગરિકો માટે હવે આઈડીપી વગર વિદેશ પ્રવાસે જવાની નોબત ઊભી થઈ છે.

રિન્યૂ અને ડુપ્લિકેટ લાયસન્સમાં પણ રંજાડવાનો ખેલ

આરટીઓનો આ અંધેર વહીવટ માત્ર ઇન્ટરનેશનલ લાયસન્સ પૂરતો સીમિત નથી.પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા કે ડુપ્લિકેટ લાયસન્સ કઢાવવા માટે પણ અરજદારોને 15 દિવસ પછીની તારીખો મળી રહી છે, જેને પગલે રોજિંદા કામકાજ માટે લાયસન્સની તાતી જરૂરિયાત ધરાવતા વાહનચાલકો પણ કચેરીના ધક્કા ખાઈને ત્રસ્ત થઈ ચૂક્યા છે.નાગરિકો તહેવારોની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.ત્યારે આરટીઓ તંત્ર લોકોને સુવિધા આપવાને બદલે માત્ર દુવિધા ઊભી કરવામાં જ મસ્ત છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: વિદેશી નાગરિકો ભારતની આંતરિક બાબતોમાં દખલ કરી શકે નહીં: હાઈકોર્ટની ટકોર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0