Surat: 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર @ 2047

કેન્દ્રીય નીતી આયોગે ગ્રોથ હબ પ્રોજેક્ટમાં સામેલ દેશના ચાર રાજ્યો પૈકી સૌપ્રથમ સુરત રિજિયનનો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. નીતી આયોગના આ માસ્ટર પ્લાનમાં અનેક પડકારો સાથે વિકાસની ઊંચી ઉડાન ભરવાના સપના, લક્ષ્યાંકોને આવરી લેવાયા છે. જે અંથર્ગત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓનો જીડીપી વાર્ષિક 15 ટકા વધવાની અપેક્ષાએ 72 બિલિયન ડોલરથી 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક સેવવામાં આવ્યું છે. ગ્રોથ હબ તરીકે સુરતનું અર્થતંત્ર 2030માં 162 બિલીયન અને 2047માં 1.5 ટ્રિલિયન ડોલરે પહોંચશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે. સુરત રિજિયનના આ વિકાસમાં ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલની સાથે જ એગ્રો સેક્ટર, પ્રવાસન ક્ષેત્રને પણ વિશેષ પ્રકારે આવરી લેવામાં આવ્યા છે. દરમિયાન સુરત રિજિયનના વિશાળ અર્થતંત્રની પરિકલ્પના સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રના વિકાસ માટે 32 હજાર એકર જગ્યા અને સાથે જ 32 થી 35 બીલીયન ડોલર રોકાણની અપેક્ષા હોવાનો મત પણ રજૂ કરાયો છે. સુરતનો ડેવલપમેન્ટ પ્લાન વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે : CM સુરત ક્ષેત્રના વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જીલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. સુરતનો માસ્ટર પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. માસ્ટર પ્લાનમાં વિકાસના પાયાસમાન સસ્ટેનેબલ એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનો પણ ઉજાગર થઇ છે.', આ શબ્દો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. કેન્દ્રીય નીતી આયોગના નેજા હેઠળ તૈયાર થયેલા સુરત ક્ષેત્રના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. સુરત ગ્રોથ હબમાં કેવી રીતે સામેલ, પૈસા ક્યાંથી આવશે? : નીતિ આયોગે તર્ક સમજાવ્યું કેન્દ્રીય નીતિ આયોગના સીઇઓ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, લક્ષ્ય, પ્લાન, પૈસા, બ્યૂરોક્રેસી ગુજરાતમાં દેખાય રહી છે. ગ્રોથ હબ પ્રોજેક્ટ માટે 12 રાજ્યમાં સર્વે કરી ગુજરાતની પસંદગી કરાઇ હતી. ગુજરાતમાં સુરતને સમાવિષ્ટ કરાયું. સુરત રિજિયનના મેગા ઇકોનોમિક ગ્રોથ હબ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સરકાર અને લોકભાગીદારી થકી કામ થશે. 80 ટકા પ્રાઇવેટ સેક્ટર અને 20 ટકા સરકાર દ્વારા આપવામાં આવશે. પ્રોજેક્ટ માટે 20થી 25 વિભાગો સાથે રહીને કામ કરશે. સુરત દુનિયાનું કેમિકલ હબ બની શકે છે.

Surat: 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર @ 2047

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય નીતી આયોગે ગ્રોથ હબ પ્રોજેક્ટમાં સામેલ દેશના ચાર રાજ્યો પૈકી સૌપ્રથમ સુરત રિજિયનનો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. નીતી આયોગના આ માસ્ટર પ્લાનમાં અનેક પડકારો સાથે વિકાસની ઊંચી ઉડાન ભરવાના સપના, લક્ષ્યાંકોને આવરી લેવાયા છે.

 જે અંથર્ગત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓનો જીડીપી વાર્ષિક 15 ટકા વધવાની અપેક્ષાએ 72 બિલિયન ડોલરથી 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક સેવવામાં આવ્યું છે. ગ્રોથ હબ તરીકે સુરતનું અર્થતંત્ર 2030માં 162 બિલીયન અને 2047માં 1.5 ટ્રિલિયન ડોલરે પહોંચશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે. સુરત રિજિયનના આ વિકાસમાં ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલની સાથે જ એગ્રો સેક્ટર, પ્રવાસન ક્ષેત્રને પણ વિશેષ પ્રકારે આવરી લેવામાં આવ્યા છે. દરમિયાન સુરત રિજિયનના વિશાળ અર્થતંત્રની પરિકલ્પના સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રના વિકાસ માટે 32 હજાર એકર જગ્યા અને સાથે જ 32 થી 35 બીલીયન ડોલર રોકાણની અપેક્ષા હોવાનો મત પણ રજૂ કરાયો છે.

સુરતનો ડેવલપમેન્ટ પ્લાન વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે : CM

સુરત ક્ષેત્રના વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જીલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. સુરતનો માસ્ટર પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. માસ્ટર પ્લાનમાં વિકાસના પાયાસમાન સસ્ટેનેબલ એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનો પણ ઉજાગર થઇ છે.', આ શબ્દો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. કેન્દ્રીય નીતી આયોગના નેજા હેઠળ તૈયાર થયેલા સુરત ક્ષેત્રના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું.

સુરત ગ્રોથ હબમાં કેવી રીતે સામેલ, પૈસા ક્યાંથી આવશે? : નીતિ આયોગે તર્ક સમજાવ્યું

કેન્દ્રીય નીતિ આયોગના સીઇઓ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, લક્ષ્ય, પ્લાન, પૈસા, બ્યૂરોક્રેસી ગુજરાતમાં દેખાય રહી છે. ગ્રોથ હબ પ્રોજેક્ટ માટે 12 રાજ્યમાં સર્વે કરી ગુજરાતની પસંદગી કરાઇ હતી. ગુજરાતમાં સુરતને સમાવિષ્ટ કરાયું. સુરત રિજિયનના મેગા ઇકોનોમિક ગ્રોથ હબ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સરકાર અને લોકભાગીદારી થકી કામ થશે. 80 ટકા પ્રાઇવેટ સેક્ટર અને 20 ટકા સરકાર દ્વારા આપવામાં આવશે. પ્રોજેક્ટ માટે 20થી 25 વિભાગો સાથે રહીને કામ કરશે. સુરત દુનિયાનું કેમિકલ હબ બની શકે છે.