Surat: 1,000થી વધુ ફિંગરપ્રિન્ટ, DNA-નાર્કો ટેસ્ટ છતાં હત્યાના 1 મહિના પછી પણ નિધિ પટેલના હત્યારા ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે એક મહિના અગાઉ બનેલી લૂંટ સાથેની હત્યાની ઘટનામાં હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 25 વર્ષીય નિધિ પટેલની હત્યાના કેસમાં તપાસ આગળ ન વધતાં હવે રેન્જ IG પ્રેમવીરસિંહ હરકતમાં આવ્યા છે.
એક મહિના બાદ રેન્જ IGએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
નિધિ પટેલની હત્યાને એક મહિનો પૂર્ણ થતાં રેન્જ IG પ્રેમવીરસિંહે ગોદાવાડી ગામે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જિલ્લા SP, ASP, LCB PI સહિત SITના તમામ સભ્યો હાજર રહ્યા હતા. IGએ સ્થળનું નિરીક્ષણ કરી અત્યાર સુધી થયેલી તપાસની માહિતી મેળવી હતી.
SITની તપાસનું પણ નિરીક્ષણ
જિલ્લા SP દ્વારા નિધિ પટેલ હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. રેન્જ IGએ SIT દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસનું નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નાર્કો અને DNA ટેસ્ટથી પણ તપાસ આગળ ધપાવી
કેસ ઉકેલવા માટે SIT દ્વારા કેટલાક શકમંદોના નાર્કો ટેસ્ટ અને DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં 1,000થી વધુ લોકોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પરિવારની પણ લાંબી પૂછપરછ
રેન્જ IG દ્વારા નિધિ પટેલના પરિવારજનો સાથે પણ લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાના દિવસે બનેલી સમગ્ર પરિસ્થિતિ અને તપાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ અંગે પરિવાર પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.વહેલી તકે હત્યાનો ભેદ ઉકેલવાની ખાતરી
એક મહિનો વીતી ગયો હોવા છતાં હત્યારાઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. હવે રેન્જ IGની સીધી દેખરેખમાં તપાસને વધુ ઝડપી બનાવવામાં આવી છે. રેન્જ IGએ પરિવારને ગુનાનો ભેદ વહેલી તકે ઉકેલવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો : Rajasthanમાં હાઇવોલ્ટેજ ડ્રામા, બસનો કાચ તૂટ્યો, હાઇકોર્ટ પહોંચ્યો મામલો અને રાતે ખુલ્યું બેલેટ બોક્સનું રહસ્ય
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

