Surat: વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવાની આખરે બદલી
સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. સવા મહિના બાદ બે અધિકારીઓ નોકરી પર હાજર થયાના મુદ્દે વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરની આખરે બદલી કરવામાં આવી. રૂપિયા દોઢ લાખના પગાર લેનારા અધિકારીની બદલી કરવામાં આવી. સાયન્સ સેન્ટર ખાતે બેસીને નોકરી કરવાની રહેશે. આસી. કમિશનર ધનંજય રાણેને બચાવી લેવાયા. બંને અધિકારીઓ સામે BJP કોર્પોરેટર નારાજ થયા હતા. BJP કોર્પોરેટર ધર્મેશ ભાલાળા અને કાર્યપાલક ઈજનેર વચ્ચે માથાકૂટ થઈ હતી. મેયર-2024 ઓફિશીયલ ગ્રુપમાં કોર્પોરેટરના બળાપા બાદ જાહેરમાં આક્ષેપ થયા હતા. AAP પાર્ટીના બે કોર્પોરેટરની ટ્રેપ બાદ અધિકારીઓ રજા પર ઉતર્યા હતા. AAPના કોર્પોરેટર સામે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે ACBમાં ફરિયાદ હતી. પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે. બે કોર્પોરેટર સામે ફરિયાદ થયેલી મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા હતા. 11 લાખમાં પતાવટની વાત કરી હતી પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે. 6 માર્ચ, 2024ના રોજ મગોબ ટીપી સ્કીમ નંબર-53માં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગીયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા. બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેનો ફોટો ખેંચી લીધો હતો. તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી. ત્યારબાદ તેઓ 11 લાખ રૂપિયામાં મામલો પતાવવાની વાત કરી. કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી. જેથી, તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા. અધિકારીની મધ્યસ્થતા બાદ 10 લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફીપત્ર પણ લખાવ્યા હતા. પેમેન્ટ 5 દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આ અરજી થયા બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. સવા મહિના બાદ બે અધિકારીઓ નોકરી પર હાજર થયાના મુદ્દે વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરની આખરે બદલી કરવામાં આવી. રૂપિયા દોઢ લાખના પગાર લેનારા અધિકારીની બદલી કરવામાં આવી. સાયન્સ સેન્ટર ખાતે બેસીને નોકરી કરવાની રહેશે. આસી. કમિશનર ધનંજય રાણેને બચાવી લેવાયા. બંને અધિકારીઓ સામે BJP કોર્પોરેટર નારાજ થયા હતા. BJP કોર્પોરેટર ધર્મેશ ભાલાળા અને કાર્યપાલક ઈજનેર વચ્ચે માથાકૂટ થઈ હતી. મેયર-2024 ઓફિશીયલ ગ્રુપમાં કોર્પોરેટરના બળાપા બાદ જાહેરમાં આક્ષેપ થયા હતા. AAP પાર્ટીના બે કોર્પોરેટરની ટ્રેપ બાદ અધિકારીઓ રજા પર ઉતર્યા હતા.
AAPના કોર્પોરેટર સામે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે ACBમાં ફરિયાદ હતી. પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે.
બે કોર્પોરેટર સામે ફરિયાદ થયેલી
મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા હતા.
11 લાખમાં પતાવટની વાત કરી હતી
પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે. 6 માર્ચ, 2024ના રોજ મગોબ ટીપી સ્કીમ નંબર-53માં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગીયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા. બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેનો ફોટો ખેંચી લીધો હતો. તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી. ત્યારબાદ તેઓ 11 લાખ રૂપિયામાં મામલો પતાવવાની વાત કરી. કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી. જેથી, તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા. અધિકારીની મધ્યસ્થતા બાદ 10 લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફીપત્ર પણ લખાવ્યા હતા. પેમેન્ટ 5 દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આ અરજી થયા બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી હતી.