Surat: લગ્નના એક વર્ષમાં જ નવદંપતીએ કરી આત્મહત્યા, કારણ શોધવા પોલીસની તપાસ

Apr 6, 2026 - 14:30
Surat: લગ્નના એક વર્ષમાં જ નવદંપતીએ કરી આત્મહત્યા, કારણ શોધવા પોલીસની તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક નવદંપતીએ ગળેફાંસો ખાઈને સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. લગ્નના હજુ માંડ એક વર્ષના ટૂંકા ગાળામાં જ દંપતીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

એક વર્ષ પહેલા જ બંધાયા હતા લગ્નગ્રંથિથી

મળતી માહિતી મુજબ, આ યુગલના લગ્ન માત્ર એક વર્ષ પહેલા જ થયા હતા. બંને પોતાના ઘરે સુખેથી જીવન વિતાવી રહ્યા હતા, પરંતુ અચાનક આજે કોઈ અગમ્ય કારણોસર પતિ અને પત્ની બંનેએ પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આપઘાતનું કારણ હજુ અકબંધ

દંપતીના આ સામુહિક આપઘાત પાછળ કોઈ પારિવારિક કલેશ છે કે પછી આર્થિક તંગી કે અન્ય કોઈ કારણ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે. સિંગણપોર ડભોલી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Bhavnagar: સાયબર ફ્રોડના આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો, 6 ને જેલ હવાલે કરી રાજકોટ ખસેડાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0