Surat : રૂ. 1.5 કરોડના ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલતો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો

Aug 17, 2026 - 14:30
Surat : રૂ. 1.5 કરોડના ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલતો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત સાયબર ક્રાઈમ સેલને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. રૂ. 1.5 કરોડના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ એકાઉન્ટ્સમાંથી ઉપાડી, તેને ક્રિપ્ટોકરન્સી USDTમાં કન્વર્ટ કરીને કંબોડિયા સ્થિત મુખ્ય આકાઓને મોકલતા મુખ્ય આરોપી રિયાઝની પોલીસે દ્વારકાના ખંભાળિયા ખાતેથી ધરપકડ કરી છે.

મ્યુલ ખાતાધારકોને પોલીસે પકડ્યા હતા

આ કેસમાં અગાઉ સુરત સાયબર ક્રાઈમે ત્રણ મ્યુલ ખાતાધારકો મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયાની ધરપકડ કરી હતી. આ ખાતાધારકોની પૂછપરછમાં મુંબઈના રિયાઝનું નામ સામે આવ્યું હતું. રિયાઝ મુંબઈથી ભાગીને સૌરાષ્ટ્રના ખંભાળિયામાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં સાથ આપનાર અન્ય બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ આખું રેકેટ મુંબઈથી ઓપરેટ થતું

પોલીસ તપાસમાં આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેન્ડલની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ આખું રેકેટ મુંબઈથી ઓપરેટ થતું હતું. ફ્રોડ ટોળકી દ્વારા મ્યુલ એકાઉન્ટ ધારકોને પહેલા જયપુર લઈ જવામાં આવતા અને ત્યાંથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવતા હતા. આ ત્રણ દિવસ દરમિયાન જ તેમના બેંક ખાતાઓમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવતા હતા.USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો 

ત્યારબાદ રિયાઝ બેંક ખાતામાંથી પૈસા ઉપાડીને USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો હતો અને ખાતાધારકોને પરત રવાના કરી દેવાતા હતા. સાયબર ક્રાઈમે રિયાઝની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કના અન્ય તાર જોડવા વધુ તપાસ હાથ ધરી છે. 


 આ પણ વાંચો   :      Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0