Surat: મહેશ સવાણીના નામની ચિઠ્ઠી બનાવી પીના ગુજરાતીએ જમીનના 5.61 કરોડ પડાવ્યા
સુરતના મગદલ્લા ખાતે આવેલી જમીનની નાણાંકીય લેતીદેતીમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના મહેશ સવાણીના નામની બોગસ ચિઠ્ઠી બનાવી 5.61 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. નાણાં પડાવી લેવા માટેનું સમગ્ર કાવતરુ રચનાર પીના ગુજરાતી, તેના પુત્ર કિષ્ણા અને મુકેશ સવાણી સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચે મુકેશ સવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ભટાર રોડ વિસ્તારમાં આવેલા આશીર્વાદ પેલેસમાં રહેતાં મહેશ વલ્લભાઈ સવાણી (મુળ રહે, રાણપરડા,તા.પાલીતાણા,જિ.ભાવનગર)એ વેડરોડ ઉપરની લક્ષ્મીવાડી સોસાયટીમાં રહેતાં પ્રવિણ ઉર્ફે પીના શામજીભાઈ ગુજરાતી તેમના પુત્ર ક્રિશ્ના ગુજરાતી અને મુકેશ છગનભાઈ સવાણી રહે, વિશ્વકૃપા સોસાયટી,સુમુલ ડેરી રોડની વિરુદ્ધ છેતરપિંડી અને નાણા પડાવવા મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમક્ષ મહેશ સવાણીએ જણાવ્યુ છે કે વર્ષ 2019માં તેમના વેવાઈ જગુ દામજીભાઈ ખેનીએ જમીનના ધંધાકીય લેતીદેતી પેટે કામરેજ કઠોદરાની 44 વિઘા જમીન કિરણ જેમ્સના વલ્લભ શામજીભાઈ લખાણીઓને બાકી રહેલી ધંધાકીય રકમ પેટે આપી હતી. પરંતુ વલ્લભ લખાણીએ આ જમીનના સોદામાં નક્કી કરાયેલી રકમ પૈકી કેટલીક રકમ વેડરોડના પીના ગુજરાતી પાસે લેવાની નીકળતી હતી. પીના ગુજરાતીએ કિરણ જેમ્સના વલ્લભ લખાણી સાથે મગદલ્લાની જમીનનો સોદો નક્કી કર્યો હતો. મહેશ સવાણીએ 5.61 કરોડ લેવાના નીકળે છે તેવી ચિઠ્ઠી બતાવી એ પછી પીના ગુજરાતી વેસુ રોડ ઉપર મહેશ સવાણીની મિતુલ સ્કવેરની ઓફિસમાં જઈને લાલાભાઇ નામના વ્યકિતની ઓળખ આપીને જમીનના બાકી નીકળતા નાણા તમને આપી દેશે, એમ કહીને પીના ગુજરાતીએ ડાયરીમાં લખાણ કરી કિરણ જેમ્સના વલ્લભ લખાણી અને પીના ગુજરાતી સાથેના જમીન પેટેનો હિસાબ પુરો થયો હતો. દરમિયાન વર્ષ 2020માં જગુ ખેનીને પીનાને મગદલ્લાની જમીનનો દસ્તાવેજ બનાવી આપવા કહેતા પીનાએ એક ચીઠ્ઠીની ઝેરોક્ષ જગુ ખેનીને બતાવીને કહ્યું કે રાજુ અંબેલાલ દેસાઈએ મહેશ સવાણી પાસેથી 4 કરોડની રકમ 1.5 ટકાના દરે વ્યાજે લીધા છે. જે રકમનું વ્યાજ અને મુદ્દલ એમ કુલ રૂપિયા 5.61 કરોડ રકમ મહેશ સવાણીએ લેવાની નીકળે છે. સાથે સાથે રાજુ દેસાઈ પાસેથી નીકળતા રૂપિયા 5.61 કરોડ બારોબાર વસુલાત કરવા માટે મહેશ સવાણીના નામની ચીઠ્ઠી બતાવી હતી, પીનાએ રાજુ દેસાઈ પાસેથી મહેશને લેવાની રકમ પોતાને આપવા કહ્યું હતુ. જે રકમ ચુકવણી કર્યા પછી મગદલ્લાની જમીનનો દસ્તાવેજ બનાવશે, જેની સાથે ચીઠ્ઠી પણ આપી હતી. વર્ષ 2019માં લખી હતી ચિઠ્ઠી 19 ઓકટોબર 2019ના રોજ લખેલી ચીઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે કે મહેશ સવાણી પાસેથી દોઢ ટકાના દરે રૂપિયા 4 કરોડ રોકડા લીધા છે. લેનાર - રાજુ દેસાઇ,આપનાર મહેશ સવાણી, સાક્ષી - મુકેશ સવાણી પરત આપવાની મુદત 21 ફેબ્રુઆરી 2020એ મુજબનું લખાણ હતુ. જો કે આ ચીઠ્ઠીમાં પીના ગુજરાતીનો કોઈપણ ઉલ્લેખ કરાયો ન હતો. ત્યારે આ ચીઠ્ઠી પીના ગુજરાતી પાસેથી ખરીદ કરેલી જમીનના અવેજ પેટે વધુ નાણા કઢાવવા માટે બનાવેલી હોવાનું બહાર આવ્યુ હતુ. છતાં મહેશ સવાણીએ પોતાના વેવાઈ જગુ ખેની સાથે વ્યવહારીક સંબંધો બગડે નહીં, એ માટે તેમને મહેશ સવાણીએ ચુકવી દીધા હતા. આમ, પીના ગુજરાતીએ મહેશ સવાણીને મગદલ્લાની જમીન ખરીદ કર્યા પછી જગુ ખેનીને વેચાણ કરી હતી. આ જમીન પેટે પીના ગુજરાતી, તેના પુત્ર ક્રિશ્ના અને મુકેશ સવાણી સહિતે યેનકેન પ્રકારે જગુ ખેની ઉપર દબાણ કરીને રૂપિયા 5.61 કરોડની રકમ પડાવી લીધી હતી. ચીઠ્ઠી બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યુ મહેશ સવાણીના નામ અને હસ્તાક્ષર મુજબની ચીઠ્ઠી અંગે ઝેરોક્ષ અને અસલ સાથે નાનપુરાની ખાનગી ફોરોન્સીક એક્ષપર્ટ સમક્ષ રજુ કરતાં બોગસ હોવાનો અભિપ્રાય આવ્યો હતો. પોલીસે ચીઠ્ઠી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના મગદલ્લા ખાતે આવેલી જમીનની નાણાંકીય લેતીદેતીમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના મહેશ સવાણીના નામની બોગસ ચિઠ્ઠી બનાવી 5.61 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. નાણાં પડાવી લેવા માટેનું સમગ્ર કાવતરુ રચનાર પીના ગુજરાતી, તેના પુત્ર કિષ્ણા અને મુકેશ સવાણી સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચે મુકેશ સવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ભટાર રોડ વિસ્તારમાં આવેલા આશીર્વાદ પેલેસમાં રહેતાં મહેશ વલ્લભાઈ સવાણી (મુળ રહે, રાણપરડા,તા.પાલીતાણા,જિ.ભાવનગર)એ વેડરોડ ઉપરની લક્ષ્મીવાડી સોસાયટીમાં રહેતાં પ્રવિણ ઉર્ફે પીના શામજીભાઈ ગુજરાતી તેમના પુત્ર ક્રિશ્ના ગુજરાતી અને મુકેશ છગનભાઈ સવાણી રહે, વિશ્વકૃપા સોસાયટી,સુમુલ ડેરી રોડની વિરુદ્ધ છેતરપિંડી અને નાણા પડાવવા મામલે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સમક્ષ મહેશ સવાણીએ જણાવ્યુ છે કે વર્ષ 2019માં તેમના વેવાઈ જગુ દામજીભાઈ ખેનીએ જમીનના ધંધાકીય લેતીદેતી પેટે કામરેજ કઠોદરાની 44 વિઘા જમીન કિરણ જેમ્સના વલ્લભ શામજીભાઈ લખાણીઓને બાકી રહેલી ધંધાકીય રકમ પેટે આપી હતી. પરંતુ વલ્લભ લખાણીએ આ જમીનના સોદામાં નક્કી કરાયેલી રકમ પૈકી કેટલીક રકમ વેડરોડના પીના ગુજરાતી પાસે લેવાની નીકળતી હતી. પીના ગુજરાતીએ કિરણ જેમ્સના વલ્લભ લખાણી સાથે મગદલ્લાની જમીનનો સોદો નક્કી કર્યો હતો.
મહેશ સવાણીએ 5.61 કરોડ લેવાના નીકળે છે તેવી ચિઠ્ઠી બતાવી
એ પછી પીના ગુજરાતી વેસુ રોડ ઉપર મહેશ સવાણીની મિતુલ સ્કવેરની ઓફિસમાં જઈને લાલાભાઇ નામના વ્યકિતની ઓળખ આપીને જમીનના બાકી નીકળતા નાણા તમને આપી દેશે, એમ કહીને પીના ગુજરાતીએ ડાયરીમાં લખાણ કરી કિરણ જેમ્સના વલ્લભ લખાણી અને પીના ગુજરાતી સાથેના જમીન પેટેનો હિસાબ પુરો થયો હતો.
દરમિયાન વર્ષ 2020માં જગુ ખેનીને પીનાને મગદલ્લાની જમીનનો દસ્તાવેજ બનાવી આપવા કહેતા પીનાએ એક ચીઠ્ઠીની ઝેરોક્ષ જગુ ખેનીને બતાવીને કહ્યું કે રાજુ અંબેલાલ દેસાઈએ મહેશ સવાણી પાસેથી 4 કરોડની રકમ 1.5 ટકાના દરે વ્યાજે લીધા છે. જે રકમનું વ્યાજ અને મુદ્દલ એમ કુલ રૂપિયા 5.61 કરોડ રકમ મહેશ સવાણીએ લેવાની નીકળે છે. સાથે સાથે રાજુ દેસાઈ પાસેથી નીકળતા રૂપિયા 5.61 કરોડ બારોબાર વસુલાત કરવા માટે મહેશ સવાણીના નામની ચીઠ્ઠી બતાવી હતી, પીનાએ રાજુ દેસાઈ પાસેથી મહેશને લેવાની રકમ પોતાને આપવા કહ્યું હતુ. જે રકમ ચુકવણી કર્યા પછી મગદલ્લાની જમીનનો દસ્તાવેજ બનાવશે, જેની સાથે ચીઠ્ઠી પણ આપી હતી.
વર્ષ 2019માં લખી હતી ચિઠ્ઠી
19 ઓકટોબર 2019ના રોજ લખેલી ચીઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે કે મહેશ સવાણી પાસેથી દોઢ ટકાના દરે રૂપિયા 4 કરોડ રોકડા લીધા છે. લેનાર - રાજુ દેસાઇ,આપનાર મહેશ સવાણી, સાક્ષી - મુકેશ સવાણી પરત આપવાની મુદત 21 ફેબ્રુઆરી 2020એ મુજબનું લખાણ હતુ. જો કે આ ચીઠ્ઠીમાં પીના ગુજરાતીનો કોઈપણ ઉલ્લેખ કરાયો ન હતો. ત્યારે આ ચીઠ્ઠી પીના ગુજરાતી પાસેથી ખરીદ કરેલી જમીનના અવેજ પેટે વધુ નાણા કઢાવવા માટે બનાવેલી હોવાનું બહાર આવ્યુ હતુ.
છતાં મહેશ સવાણીએ પોતાના વેવાઈ જગુ ખેની સાથે વ્યવહારીક સંબંધો બગડે નહીં, એ માટે તેમને મહેશ સવાણીએ ચુકવી દીધા હતા. આમ, પીના ગુજરાતીએ મહેશ સવાણીને મગદલ્લાની જમીન ખરીદ કર્યા પછી જગુ ખેનીને વેચાણ કરી હતી. આ જમીન પેટે પીના ગુજરાતી, તેના પુત્ર ક્રિશ્ના અને મુકેશ સવાણી સહિતે યેનકેન પ્રકારે જગુ ખેની ઉપર દબાણ કરીને રૂપિયા 5.61 કરોડની રકમ પડાવી લીધી હતી.
ચીઠ્ઠી બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યુ
મહેશ સવાણીના નામ અને હસ્તાક્ષર મુજબની ચીઠ્ઠી અંગે ઝેરોક્ષ અને અસલ સાથે નાનપુરાની ખાનગી ફોરોન્સીક એક્ષપર્ટ સમક્ષ રજુ કરતાં બોગસ હોવાનો અભિપ્રાય આવ્યો હતો. પોલીસે ચીઠ્ઠી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.