Surat: મહિલા PSIના દાવાથી ખળભળાટ, દારૂમાં ઝડપાતા 50 ટકા યુવાન પટેલ સમાજના

Feb 12, 2025 - 18:00
Surat: મહિલા PSIના દાવાથી ખળભળાટ, દારૂમાં ઝડપાતા 50 ટકા યુવાન પટેલ સમાજના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પટેલ સમાજના એક કાર્યક્રમમાં પાટીદાર યુવાનો મુદ્દે મહિલા PSI ઉર્વશી મેંદપરાએ મોટું નિવેદન આપ્યું છે. જો કે સરથાણાના PSI ઉર્વશી મેંદપરાએ આ નિવેદન આપતા દુ:ખ પણ વ્યક્ત કર્યુ છે. હાલમાં સોશિયલ મીડિયામાં સરથાણાના મહિલા PSIનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે: મહિલા PSI ઉર્વશી મેંદપરા

મહિલા PSI ઉર્વશી મેંદપરાએ નિવેદન આપતા કહ્યું કે પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાંથી 10 લોકો તો પટેલ યુવાનો જ હોય છે. ત્યારે પીધેલા પકડાયા પછી અમને ભલામણ કરે છે કે તમે પટેલ છો તો તમે તો સમજો. પકડાયા પછી પટેલ તરીકે છોડવા માટે યુવાનો ભલામણ કરે છે પણ હું તો કહું છું કે આવા લોકોને કોઈ ભલામણ કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવાના નહીં, આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો જ ભાન થશે.

સાયબર કેસોમાં પણ 50 ટકા પટેલ સમાજના લોકો: મહિલા PSI

વધુમાં મહિલા PSI ઉર્વશી મેંદપરાએ જણાવ્યું કે તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો, જેનાથી સમાજનું પણ ભલુ થાય. આ સિવાય મહિલા PSIએ કહ્યું કે રાજ્યમાં સાયબરના અનેક કેસ હાલમાં સામે આવે છે, ત્યારે આવા સાયબરના કેસમાં પણ 50 ટકા પટેલ સમાજના લોકો હોય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0