Surat: ભારે વરસાદને પગલે રાજ્ય ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ, પોલીસે રસ્તો કર્યો બંધ
કોસંબાથી માંગરોળ જતા માર્ગે પાણી ભરાયાધોરી માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા રાજ્યના 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ સુરતમાં રાજ્ય ધોરી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કોસંબાથી માંગરોળ જતા માર્ગે પાણી ભરાયા છે અને ધોરી માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. સિમોદ્રા ગામ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાયા છે અને વરસાદના કારણે પોલીસે રસ્તો બંધ કર્યો છે. સુરતની તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું બીજી તરફ ભારે વરસાદના પગલે સુરતની તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તાપી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. ડેમમાંથી કૂલ 1.63 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. આ સાથે જ સુરતના માંડવીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાવ્યા ખાડીમાં પુર આવતા પાણી ફરી વળ્યા છે. આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે. કિમ રોડ પર નોગાગામમાં પાણી ભરાયા છે. તડકેશ્વર ગામે બજારમાં વરસાદી પાણી ભરાયા છે. બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ તો ભરુચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 4 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં 3 ઈંચ, પારડીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે 5 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને વડોદરા ડિઝાસ્ટર વિભાગ દ્વારા તંત્રને સૂચના અપાઈ છે. સાવચેતી અને તકેદારીના પગલાં લેવા તાકીદ કરી છે. ડેમમાંથી પાણી છોડવાના સંજોગ ઉભા થાય તો એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ અધિકારીઓને ફરજિયાત હેડ ક્વાર્ટર પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોસંબાથી માંગરોળ જતા માર્ગે પાણી ભરાયા
- ધોરી માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા
- રાજ્યના 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
સુરતમાં રાજ્ય ધોરી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કોસંબાથી માંગરોળ જતા માર્ગે પાણી ભરાયા છે અને ધોરી માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. સિમોદ્રા ગામ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાયા છે અને વરસાદના કારણે પોલીસે રસ્તો બંધ કર્યો છે.
સુરતની તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું
બીજી તરફ ભારે વરસાદના પગલે સુરતની તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તાપી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. ડેમમાંથી કૂલ 1.63 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. આ સાથે જ સુરતના માંડવીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાવ્યા ખાડીમાં પુર આવતા પાણી ફરી વળ્યા છે. આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે. કિમ રોડ પર નોગાગામમાં પાણી ભરાયા છે. તડકેશ્વર ગામે બજારમાં વરસાદી પાણી ભરાયા છે.
બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ તો ભરુચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 4 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં 3 ઈંચ, પારડીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે 5 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને વડોદરા ડિઝાસ્ટર વિભાગ દ્વારા તંત્રને સૂચના અપાઈ છે. સાવચેતી અને તકેદારીના પગલાં લેવા તાકીદ કરી છે. ડેમમાંથી પાણી છોડવાના સંજોગ ઉભા થાય તો એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ અધિકારીઓને ફરજિયાત હેડ ક્વાર્ટર પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.