Surat: ફાઈનાન્સની ઓફિસ બહાર ફાયરિંગ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જે ચાર આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી. સુરત DCB અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી. સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર. દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફીસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાંચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘુસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતીદેતી હોવાની વાત.ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત પોલીસકર્મીના પુત્રની ફાઈનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. બાઇકસવાર બે હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે. એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું. શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા. પૈસાની લેતી-દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાત વર્ષ પૂર્વે સ્પેશિયલ બ્રાંચમાંથી એએસઆઇ તરીકે નિવૃત થનાર સુરેશ પવારનો પુત્ર દીપક આરાધ્ય કોર્પોરેશનના નામે ફાઇનાન્સનું કામ કરે છે. દીપક વીસીની જેમ અંદરોઅંદર સભ્યોને વ્યાજે નાણા આપતો હતો. ઘટના સમયે દીપક તેના મિત્રો સાથે ઓફિસમાં હતો. હુમલાખોરોએ ફાયરિંગ કરતાં બુલેટ ઝાડ સાથે અથડાઇને ઓફિસમાં ભગવાનના ફોટાને અડી હોવાની વાત સામે આવી હતી. બાઇક સવાર હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થયા હતા ફાઈનાન્સરના નાના ભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પેલન્ડર બાઇક પર બે જણા આવ્યા હતા. બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી. પછી અચાનક તેણે ફાયરિંગ કર્યુ હતું. અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કર્યું હતું. પહેલા ગોળી ઝાડ પર વાગી પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી હતી.

Surat: ફાઈનાન્સની ઓફિસ બહાર ફાયરિંગ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જે ચાર આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી. સુરત DCB અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી. સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું.

મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર. દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફીસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાંચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘુસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતીદેતી હોવાની વાત.

ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી

ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત પોલીસકર્મીના પુત્રની ફાઈનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. બાઇકસવાર બે હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે. એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું. શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા. પૈસાની લેતી-દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સાત વર્ષ પૂર્વે સ્પેશિયલ બ્રાંચમાંથી એએસઆઇ તરીકે નિવૃત થનાર સુરેશ પવારનો પુત્ર દીપક આરાધ્ય કોર્પોરેશનના નામે ફાઇનાન્સનું કામ કરે છે. દીપક વીસીની જેમ અંદરોઅંદર સભ્યોને વ્યાજે નાણા આપતો હતો. ઘટના સમયે દીપક તેના મિત્રો સાથે ઓફિસમાં હતો. હુમલાખોરોએ ફાયરિંગ કરતાં બુલેટ ઝાડ સાથે અથડાઇને ઓફિસમાં ભગવાનના ફોટાને અડી હોવાની વાત સામે આવી હતી.

બાઇક સવાર હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થયા હતા

ફાઈનાન્સરના નાના ભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પેલન્ડર બાઇક પર બે જણા આવ્યા હતા. બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી. પછી અચાનક તેણે ફાયરિંગ કર્યુ હતું. અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કર્યું હતું. પહેલા ગોળી ઝાડ પર વાગી પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી હતી.