Surat: નેશનલ હાઇવે પર બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસના ચક્કાજામ દરમ્યાન ઘર્ષણની સ્થિતિ

Jan 30, 2025 - 14:00
Surat: નેશનલ હાઇવે પર બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસના ચક્કાજામ દરમ્યાન ઘર્ષણની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં નેશનલ હાઈવે પર બિસમાર રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાઈ રહ્યું છે.ચક્કાજામ દરમિયાન ઘર્ષણની સ્થિતિ જોવા મળી. સ્થાનિકોએ રસ્તા પર ટાયર સળગાવતા પોલીસ એકશનમાં આવી. નેશનલ હાઇવે 56 પર વાપીથી શામળાજી હાઇવે પર કોંગ્રેસે ચક્કાજામ કરતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમ્યાન

બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસ આક્રમક

બિસમાર રસ્તાને લઈને આજે કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. નેશનલ હાઇવે રિપેર કરવાની માગ સાથે પૂર્વ MLA આનંદ ચૌધરી સહિત કોંગી કાર્યકરોએ હાઈવેને બાનમાં લીધો. તૂટેલા રસ્તાના કારણે અકસ્માતો થતા હોવાનો આક્ષેપ કરતા તંત્રની નબળી કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોગ્રેસના ચક્કાજામને પગલે માંડવી - ઝંખવાવ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ. ચક્કાજામના કારણે વાહનોની 10 કિમી લાંબી લાઇનો લાગી. કોંગ્રેસના વિરોધમાં ત્યાંના સ્થાનિકો પણ જોડાયા. સ્થાનિકોએ વિરોધમાં જોડાતા હાઇવે પર 10 કિલો મીટર લાંબી વાહનોની લાઇન લાગી. ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાન પર પંહોચવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માંડવીના માલધા ફાટા પાસે ચક્કાજામ જોવા મળ્યો. ચક્કાજામમાં સ્થાનિકો દ્વારા ઉહાપોહા બાદ ટાયરો સળગાવવામાં આવતા પોલીસ એકશનમાં આવી. નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાતાં અને ટાયરો સળગાવવામાં આવતા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં પંહોચ્યો. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી.

કાર્યકર્તાઓની અટકાયત કરી

પોલીસે ચક્કાજામ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી. ડી.વાય.એસ.પી બી. કે.વનાર સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પંહોચ્યા.ચક્કાજામ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરતાં કાર્યકર્તાઓએ પોલીસની જીપનો ઘેરાવ કર્યો. કાર્યકર્તાનો રોષ જોઇ પૂર્વ MLAને પોલીસે છોડી દીધા. નોંધનીય છે કે નેશનલ હાઇવે 56 બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાઈ રહ્યું છે. બિસમાર રસ્તાના કારણે અસંખ્ય અકસ્માતો થયા છે. અને આ અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આથી બિસમાર રસ્તાને રિપેર કરવાની માંગ સાથે કોંગ્રેસે આજે હાઈવે ચક્કાજામ કર્યો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0