Surat: દિવાળી ટાણે વધુ એક હીરા કંપનીનું ઉઠમણું...રત્નકલાકારોના માથે દુ:ખનું આભ ફાટ્યું

સુરતમાં છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરો બેરોજગાર થયા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં નોકરી ગુમાવવાનાં કારણે અને આર્થિક તંગીનાં લીધે 70 થી વધુ લોકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. તેવામાં દિવાળી ટાણે સુરતમાં વધુ એક હીરા કંપનીનું ઉઠમણું કર્યું છે. રત્નકલાકારોએ પગાર માંગતા હીરા કંપના માલિકે આપઘાતની ચીમકી આપી છે.ડાયમંડ સિટી' તરીકે સુરત વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરતનાં હીરાની સારી એવી માગ છે. સુરતમાંથી પોલિશ કરેલા હીરા આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, માગ ઘટતા સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીનો દોર પણ જોવા મળે છે, જેના કારણે હીરા કારીગર, અને ડાયમંડ વેપારીઓને ખૂબ જ માઠી અસર થાય છે. દિવાળીના પર્વને હવે ખાલી ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે આ વખતે દિવાળીમાં હીરા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ બન્નેમાં મંદી ભર્યું માહોલ જોવા મળે છે. તેવામાં દિવાળી ટાણે હીરા કંપનીનું ઉઠમણું કરે તો રત્નકલાકારોને માથે દું:ખનું આભ ફટ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જા છે. સુરતમાં સામી દિવાળીએ કતારગામની વિરાણી ડાયમંડે ઉઠમણું કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.  વિરાણી ડાયમંડે કારીગરોને પગાર ન ચૂકવતા રત્નકલાકારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દિવાળી પર્વને લઇ રત્નકલાકારોએ પગાર માંગતા વિરાણી ડાયમંડના માલિકે આપઘાતની ચીમકી આપી છે. સુરતમાં ઘોર મંદી અને સામે રત્નકલાકારોને પગાર ન મળતા હાલાકી આ પરીસ્થિતિએ દું:ખનું આભ ફાટ્યું હોવાની સ્થિતિ સામે આવી છે. રત્નકલાકારોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat: દિવાળી ટાણે વધુ એક હીરા કંપનીનું ઉઠમણું...રત્નકલાકારોના માથે દુ:ખનું આભ ફાટ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરો બેરોજગાર થયા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં નોકરી ગુમાવવાનાં કારણે અને આર્થિક તંગીનાં લીધે 70 થી વધુ લોકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. તેવામાં દિવાળી ટાણે સુરતમાં વધુ એક હીરા કંપનીનું ઉઠમણું કર્યું છે. રત્નકલાકારોએ પગાર માંગતા હીરા કંપના માલિકે આપઘાતની ચીમકી આપી છે.

ડાયમંડ સિટી' તરીકે સુરત વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરતનાં હીરાની સારી એવી માગ છે. સુરતમાંથી પોલિશ કરેલા હીરા આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, માગ ઘટતા સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીનો દોર પણ જોવા મળે છે, જેના કારણે હીરા કારીગર, અને ડાયમંડ વેપારીઓને ખૂબ જ માઠી અસર થાય છે. દિવાળીના પર્વને હવે ખાલી ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે આ વખતે દિવાળીમાં હીરા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ બન્નેમાં મંદી ભર્યું માહોલ જોવા મળે છે. તેવામાં દિવાળી ટાણે હીરા કંપનીનું ઉઠમણું કરે તો રત્નકલાકારોને માથે દું:ખનું આભ ફટ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જા છે. 

સુરતમાં સામી દિવાળીએ કતારગામની વિરાણી ડાયમંડે ઉઠમણું કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.  વિરાણી ડાયમંડે કારીગરોને પગાર ન ચૂકવતા રત્નકલાકારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દિવાળી પર્વને લઇ રત્નકલાકારોએ પગાર માંગતા વિરાણી ડાયમંડના માલિકે આપઘાતની ચીમકી આપી છે. સુરતમાં ઘોર મંદી અને સામે રત્નકલાકારોને પગાર ન મળતા હાલાકી આ પરીસ્થિતિએ દું:ખનું આભ ફાટ્યું હોવાની સ્થિતિ સામે આવી છે. રત્નકલાકારોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.