Bhavnagarમાં સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો હજી ખાઈ રહી છે ધૂળ

ભાવનગરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા સાયકલ આપવાની વાત હતી જેમાં 4800 કરતા વધુ સાયકલોમાં ખામી આવતા આ સાયકલ સરકાર દ્વારા સ્વીકારવામાંના આવતા હાલ સાયકલોનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે.ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસ.સી, એસ.ટી તથા ઓબીસી સમાજની દીકરીઓને સાયકલ આપવાની કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્લોટમાં ખાઈ રહી છે ધૂળ વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગર શહેર જિલ્લામાં ૯૧૧૭ લાભાર્થી નોંધાયા હતા જે પૈકી ૪૨૯૨ સાયકલ નું વિતરણ થયું છે જયારે 4800થી વધુ દીકરીઓ હજુ પણ સાયકલથી વંચિત રહેવા પામી છે.એજન્સી દ્વારા સાયકલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આ સાયકલ ફીટીંગ કરવામાં આવી હતી.પરંતુ સાયકલો ખરાબ હોવાને કારણે સાયકલોમાં નાની મોટી ખામીના કારણે સરકાર દ્વારા હેન્ડઓવર કરવામાં ના આવી હતી જેથી તે સાયકલ શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ એક ખુલ્લા પ્લોટમાં ધૂળ ખાઈ રહી છે. તબક્કાવાર ફળવાઈ સાયકલ આવી જ રીતે સરકાર અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં દીકરીઓને ગયા વર્ષે સાયકલ મળી ન હતી ત્યારે આ વર્ષે અભ્યાસ કરતી દીકરીઓની સાયકલ તો બાકી જ છે ત્યારે સરકાર દ્વારા બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી દીકરીઓને સાયકલ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.ભાવનગરના સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક અને હાલ અમરેલીના ચાર્જમાં રહેલા અધિકારીને આ અંગે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે, તબકકાવાર સાયકલો સ્વીકારીને લાભાર્થી વિદ્યાર્થીનીઓને ફાળવાઇ રહી છે. હજી ઘણા વિધાર્થીઓ વંછિત આ વર્ષમાં 4000 જેટલી સાયકલો વિદ્યાર્થીનીઓને ફાળવી દેવામાં આવી છે.જૂન જુલાઈમાં નવા શૈક્ષિણક વર્ષના પ્રારંભ સાથે ધો. ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.પરંતુ અન્ય 4800 કરતા વધુ સાયકલોમાં કોઈ ખામી દેખાતા આ સાયકલ હેન્ડઓવર કરવામાં નથી આવી અને તેના કારણે આ સાયકલો વિધાર્થીનીઓને આપવામાં નથી આવી.સરસ્વતી સાધના યોજના હેઠળ વિધાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો હાલ તો ખામી હોવાના કારણે આપવામાં નથી આવી પરંતુ મહત્વ નો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે એજન્સી દ્વારા એક સાથે 9000 કરતા વધુ સાયકલો બનાવવામાં આવી.જેમાંથી 4000 કરતા વધુ સાયકલો લાભાર્થી વિદ્યાર્થીનીઓ ને આપી પણ દેવામાં આવી છે ત્યારે જે સમયે લાભાર્થીઓને આપવામાં આવેલી સાયકલો માં કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ??અધિકારી એ સાયકલ યોગ્ય હતી કે નહીં તે તોએ કર્યા વગર જ આપવામાં આવી કે પછી અન્ય કોઈ હેતુસર બાકી ની 4800 સાયકલ ને સડવા માટે રાખી દેવામાં આવી.

Bhavnagarમાં સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો હજી ખાઈ રહી છે ધૂળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા સાયકલ આપવાની વાત હતી જેમાં 4800 કરતા વધુ સાયકલોમાં ખામી આવતા આ સાયકલ સરકાર દ્વારા સ્વીકારવામાંના આવતા હાલ સાયકલોનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે.ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસ.સી, એસ.ટી તથા ઓબીસી સમાજની દીકરીઓને સાયકલ આપવાની કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

પ્લોટમાં ખાઈ રહી છે ધૂળ

વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગર શહેર જિલ્લામાં ૯૧૧૭ લાભાર્થી નોંધાયા હતા જે પૈકી ૪૨૯૨ સાયકલ નું વિતરણ થયું છે જયારે 4800થી વધુ દીકરીઓ હજુ પણ સાયકલથી વંચિત રહેવા પામી છે.એજન્સી દ્વારા સાયકલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આ સાયકલ ફીટીંગ કરવામાં આવી હતી.પરંતુ સાયકલો ખરાબ હોવાને કારણે સાયકલોમાં નાની મોટી ખામીના કારણે સરકાર દ્વારા હેન્ડઓવર કરવામાં ના આવી હતી જેથી તે સાયકલ શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ એક ખુલ્લા પ્લોટમાં ધૂળ ખાઈ રહી છે.

તબક્કાવાર ફળવાઈ સાયકલ

આવી જ રીતે સરકાર અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં દીકરીઓને ગયા વર્ષે સાયકલ મળી ન હતી ત્યારે આ વર્ષે અભ્યાસ કરતી દીકરીઓની સાયકલ તો બાકી જ છે ત્યારે સરકાર દ્વારા બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી દીકરીઓને સાયકલ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.ભાવનગરના સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક અને હાલ અમરેલીના ચાર્જમાં રહેલા અધિકારીને આ અંગે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે, તબકકાવાર સાયકલો સ્વીકારીને લાભાર્થી વિદ્યાર્થીનીઓને ફાળવાઇ રહી છે.


હજી ઘણા વિધાર્થીઓ વંછિત

આ વર્ષમાં 4000 જેટલી સાયકલો વિદ્યાર્થીનીઓને ફાળવી દેવામાં આવી છે.જૂન જુલાઈમાં નવા શૈક્ષિણક વર્ષના પ્રારંભ સાથે ધો. ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.પરંતુ અન્ય 4800 કરતા વધુ સાયકલોમાં કોઈ ખામી દેખાતા આ સાયકલ હેન્ડઓવર કરવામાં નથી આવી અને તેના કારણે આ સાયકલો વિધાર્થીનીઓને આપવામાં નથી આવી.સરસ્વતી સાધના યોજના હેઠળ વિધાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો હાલ તો ખામી હોવાના કારણે આપવામાં નથી આવી પરંતુ મહત્વ નો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે એજન્સી દ્વારા એક સાથે 9000 કરતા વધુ સાયકલો બનાવવામાં આવી.જેમાંથી 4000 કરતા વધુ સાયકલો લાભાર્થી વિદ્યાર્થીનીઓ ને આપી પણ દેવામાં આવી છે ત્યારે જે સમયે લાભાર્થીઓને આપવામાં આવેલી સાયકલો માં કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ??અધિકારી એ સાયકલ યોગ્ય હતી કે નહીં તે તોએ કર્યા વગર જ આપવામાં આવી કે પછી અન્ય કોઈ હેતુસર બાકી ની 4800 સાયકલ ને સડવા માટે રાખી દેવામાં આવી.