Bharuch: ખનન માફિયાઓ સામે મોટી કાર્યવાહી, 4 કરોડનો મુદ્દામાલ તંત્રએ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવા કમર કસી છે. છેલ્લા ઘણા સમયથી આ અંગે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદે ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે.પ્રાંત અધિકારીએ રાત્રીના સમયે પાડ્યા દરોડા ત્યાં જ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી. માહિતી મળતાની સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રીના અંધકારમાં નીકળી પડ્યા હતા. ચોલાદની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા 3 પોકલેન્ડ જેની કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા છે, તે તમામ વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા. ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં ભારે ફફડાટ જ્યારે વાગરાના સાયખાં-ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન કરવા સાથે સંકળાયેલા 6 હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા. 6 હાઈવા જેની કિંમત રૂપિયા 2.4 કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે.

Bharuch: ખનન માફિયાઓ સામે મોટી કાર્યવાહી, 4 કરોડનો મુદ્દામાલ તંત્રએ કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવા કમર કસી છે. છેલ્લા ઘણા સમયથી આ અંગે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદે ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે.

પ્રાંત અધિકારીએ રાત્રીના સમયે પાડ્યા દરોડા

ત્યાં જ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી. માહિતી મળતાની સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રીના અંધકારમાં નીકળી પડ્યા હતા. ચોલાદની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા 3 પોકલેન્ડ જેની કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા છે, તે તમામ વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા.

ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં ભારે ફફડાટ

જ્યારે વાગરાના સાયખાં-ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન કરવા સાથે સંકળાયેલા 6 હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા. 6 હાઈવા જેની કિંમત રૂપિયા 2.4 કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે.