Rajkotમાં આજીના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો આવ્યા સામે, સ્થાનિકો બન્યા લાચાર

રાજકોટમાં આજીના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો જંગલેશ્વરના એકતા કોલનીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા કતાનગર કોલોનીમાં એક માળ સુધી ભરાયા હતા પાણી રાજકોટમાં પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે,જંગલેશ્વર વિસ્તારમાં આવેલ એકતા કોલોનીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે,સાથે સાથે આ કોલોનીમાં એક માળ સુધી પાણી ભરાયા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા જમવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.વરસાદી પાણીમાં અનાજ પણ સડી ગયું છે. સ્થાનિકો બન્યા લાચાર રાજકોટમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે સ્થાનિકો નુકાસનીનો ભોગ બની રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે કે,ઘર હોય કે દુકાન તમામ જગ્યાએ નુકસાન થયું છે,સાથે સાથે વેપારીઓનો દુકાનમાં રહેલો માલ પણ પલળી ગયો છે.સૌથી વધુ નુકસાન જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકોને થયું છે,લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે,સાથે સાથે ઘરમાં રહેલી તમામ વસ્તુઓ પલળી જતા નુકસાન થયું છે,હવે સ્થાનિકો પાસે બચ્યું તો માત્ર એક જ એ પણ તેમનું ઘર. રાજકોટમાં આ વખતે સારો વરસાદ નોંધાયો રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 46 ઈંચ થયો છે. ગત વર્ષે 2023માં 26 ઈંચ અને તે પહેલાંના વર્ષે 38 ઈંચ હતો. 2021માં 51 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.પૂરના પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા લોકોને હવે રડવાનો વારો આવ્યો છે,વરસાદ તો બંધ થયો છે પણ ત્યારબાદ શહેરની સ્થિતિ આખી અલગ જોવા મળી છે. ધોરાજીમાં ભારે વરસાદ ધોરાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો.ચાર દિવસમાં 8 ઈંચ વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે,ખેતરોમાં અડધા ફૂટ થી પણ વધારે પાણી ભરાઈ ગયા છે.આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.આ વિસ્તારના ભાદર-2 અને ફોફળ ડેમ ઓવરફલો થયા છે. નદી-નાળાઓમાં ઘોડાપુર આવેલ છે. વરસાદ અને ભારે પવનથી કપાસ અને સોયાબીનનો પાક જમીનદોસ્ત થઇ ગયેલ છે. ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે.

Rajkotમાં આજીના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો આવ્યા સામે, સ્થાનિકો બન્યા લાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં આજીના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો
  • જંગલેશ્વરના એકતા કોલનીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા
  • કતાનગર કોલોનીમાં એક માળ સુધી ભરાયા હતા પાણી

રાજકોટમાં પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે,જંગલેશ્વર વિસ્તારમાં આવેલ એકતા કોલોનીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે,સાથે સાથે આ કોલોનીમાં એક માળ સુધી પાણી ભરાયા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા જમવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.વરસાદી પાણીમાં અનાજ પણ સડી ગયું છે.

સ્થાનિકો બન્યા લાચાર

રાજકોટમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે સ્થાનિકો નુકાસનીનો ભોગ બની રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે કે,ઘર હોય કે દુકાન તમામ જગ્યાએ નુકસાન થયું છે,સાથે સાથે વેપારીઓનો દુકાનમાં રહેલો માલ પણ પલળી ગયો છે.સૌથી વધુ નુકસાન જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકોને થયું છે,લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે,સાથે સાથે ઘરમાં રહેલી તમામ વસ્તુઓ પલળી જતા નુકસાન થયું છે,હવે સ્થાનિકો પાસે બચ્યું તો માત્ર એક જ એ પણ તેમનું ઘર.


રાજકોટમાં આ વખતે સારો વરસાદ નોંધાયો

રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 46 ઈંચ થયો છે. ગત વર્ષે 2023માં 26 ઈંચ અને તે પહેલાંના વર્ષે 38 ઈંચ હતો. 2021માં 51 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.પૂરના પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા લોકોને હવે રડવાનો વારો આવ્યો છે,વરસાદ તો બંધ થયો છે પણ ત્યારબાદ શહેરની સ્થિતિ આખી અલગ જોવા મળી છે.


ધોરાજીમાં ભારે વરસાદ

ધોરાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો.ચાર દિવસમાં 8 ઈંચ વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે,ખેતરોમાં અડધા ફૂટ થી પણ વધારે પાણી ભરાઈ ગયા છે.આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.આ વિસ્તારના ભાદર-2 અને ફોફળ ડેમ ઓવરફલો થયા છે. નદી-નાળાઓમાં ઘોડાપુર આવેલ છે. વરસાદ અને ભારે પવનથી કપાસ અને સોયાબીનનો પાક જમીનદોસ્ત થઇ ગયેલ છે. ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે.