Surat : 'દિલ્હીવાળાએ દિલ જીતી લીધું' હર્ષ સંઘવીનું ચૂંટણીના વલણો પર નિવેદન

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હી ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું.ગૃહ મંત્રી આજે સુરતમાં મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’માં હાજરી આપી. આજે વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ ખૂલ્લો મુક્યો. મિલેટ્સ મહોત્સવમાં દિલ્હી ચૂંટણીને લઈને રાજ્ય ગૃહમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે 'દિલ્હીવાળાએ દિલ જીતી લીધું'. દિલ્હીવાળા હવે લાંબા વર્ષો બાદ નવી સરકાર બનાવશે. દિલ્હીના લોકોને આજે આઝાદી મળીરાજ્ય ગૃહમંત્રીએ આજે દિલ્હી ચૂંટણીમાં ભાજપ જીતની નજીક પંહોચતા આપની ઝાટકણી કાઢતાં દિલ્હીવાસીઓના નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી. હર્ષ સંઘવીએ કહ્યું કે દિલ્હીવાળાએ આજે દેશનું દિલ જીત્યું છે. દિલ્હીના લોકોને આજે આઝાદી મળી છે. ભારતની સેના પર આરોપ અને પ્રશ્ન કરનારાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીવાળાને હવે ડબલ એન્જીન સરકાર મળતાં અનેક ક્ષેત્રોમાં વિકાસકાર્યોને વેગ મળશે. નોંધનીય છે કે આજે સવારથી દિલ્હી ચૂંટણીના વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ આગળ દેખાય છે અને આપ પાર્ટી પાછળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી. મિલેટ્સ મહોત્સ્વસુરત ખાતે મહાનગરપાલિકા અને ખેતીવાડી વિભાગ દ્વારા 8 અને 9 ફેબ્રુઆરી દરમ્યાન મિલેટ્સ મહોત્સ્વનું આયોજન હાથ ધરાયું છે. મિલેટસ મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી જ્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુ મિલેટસ (જાડા ધાન્ય) ઉત્પાદનોની ખરીદી માટે વનિતા વિશ્રામ ખાતે મિલેટસ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં ગંભીર બીમારી વધવા પાછળ આહારમાં બદલાવ છે. આથી રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુ ઉપયોગ કરે માટે જાગૃતિ લાવવા મિલેટ્સ મહોત્સ્વ હેઠળ નવતર પ્રયાસ હાથ ધરાયો.

Surat : 'દિલ્હીવાળાએ દિલ જીતી લીધું' હર્ષ સંઘવીનું ચૂંટણીના વલણો પર નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હી ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું.ગૃહ મંત્રી આજે સુરતમાં મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’માં હાજરી આપી. આજે વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ ખૂલ્લો મુક્યો. મિલેટ્સ મહોત્સવમાં દિલ્હી ચૂંટણીને લઈને રાજ્ય ગૃહમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે 'દિલ્હીવાળાએ દિલ જીતી લીધું'. દિલ્હીવાળા હવે લાંબા વર્ષો બાદ નવી સરકાર બનાવશે.

દિલ્હીના લોકોને આજે આઝાદી મળી

રાજ્ય ગૃહમંત્રીએ આજે દિલ્હી ચૂંટણીમાં ભાજપ જીતની નજીક પંહોચતા આપની ઝાટકણી કાઢતાં દિલ્હીવાસીઓના નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી. હર્ષ સંઘવીએ કહ્યું કે દિલ્હીવાળાએ આજે દેશનું દિલ જીત્યું છે. દિલ્હીના લોકોને આજે આઝાદી મળી છે. ભારતની સેના પર આરોપ અને પ્રશ્ન કરનારાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીવાળાને હવે ડબલ એન્જીન સરકાર મળતાં અનેક ક્ષેત્રોમાં વિકાસકાર્યોને વેગ મળશે. નોંધનીય છે કે આજે સવારથી દિલ્હી ચૂંટણીના વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ આગળ દેખાય છે અને આપ પાર્ટી પાછળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી.

મિલેટ્સ મહોત્સ્વ

સુરત ખાતે મહાનગરપાલિકા અને ખેતીવાડી વિભાગ દ્વારા 8 અને 9 ફેબ્રુઆરી દરમ્યાન મિલેટ્સ મહોત્સ્વનું આયોજન હાથ ધરાયું છે. મિલેટસ મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી જ્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુ મિલેટસ (જાડા ધાન્ય) ઉત્પાદનોની ખરીદી માટે વનિતા વિશ્રામ ખાતે મિલેટસ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં ગંભીર બીમારી વધવા પાછળ આહારમાં બદલાવ છે. આથી રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુ ઉપયોગ કરે માટે જાગૃતિ લાવવા મિલેટ્સ મહોત્સ્વ હેઠળ નવતર પ્રયાસ હાથ ધરાયો.