Surat : દમણમાં હોટલ અને ફ્લેટ બનાવવાના નામે 1.07 કરોડની છેતરપિંડી, ઇકોસેલ પોલીસે ભરત સિંધીને ઝડપ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દમણમાં આલીશાન હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને સુરતના એક રોકાણકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ કરોડ રૂપિયા પડાવ્યા હતા.
છેતરપિંડીની વિગત
સુરત ઇકોસેલ પોલીસે આ મામલે ભરત સિંધી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભરતે તેના સાગરીત વિજય સાથે મળીને ફરિયાદીને દમણમાં એક ભવ્ય હોટલનું બાંધકામ શરૂ કર્યું હોવાની ખોટી વિગત આપી હતી. ફરિયાદી બિલ્ડરે દમણમાં બની રહેલી થ્રી સ્ટાર હોટેલ અને ફ્લેટના પ્રોજેક્ટમાં ઉજ્જવળ ભવિષ્ય જોઈ કુલ 1 કરોડ 7 લાખ 62 હજારનું મોટું રોકાણ કર્યું હતું.
વિશ્વાસઘાતની પદ્ધતિ
પૈસા મેળવી લીધા બાદ આરોપીઓએ બાંધકામ અધૂરું મૂકી દીધું હતું અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓની છેતરપિંડીની હદ તો ત્યારે આવી જ્યારે જે જગ્યા પર ફરિયાદીના ફ્લેટ બનવાના હતા, તે જગ્યા પણ અન્ય વ્યક્તિને વેચી મારી હતી. પોતાની સાથે થયેલી આ છેતરપિંડીની જાણ થતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઇકોસેલ પોલીસે ગુનો દાખલ કરી મુખ્ય આરોપી ભરતની ધરપકડ કરી છે અને તેના સાથીદાર વિજયની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- ATSનો મોટો ખુલાસો, હિન્દ-એ-વિલાયત' ગ્રુપ બનાવી દેશભરમાં જેહાદી ઝેર ફેલાવવાનું ષડયંત્ર, માસ્ટરમાઇન્ડ ઈરફાન પઠાણ હોવાનો ઘટસ્ફોટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

