Surat : ડિંડોલી ચાર રસ્તા પર આખો રોડ બેસી જતાં મહાકાય ટ્રક ગરકાવ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ

Jul 2, 2026 - 10:30
Surat : ડિંડોલી ચાર રસ્તા પર આખો રોડ બેસી જતાં મહાકાય ટ્રક ગરકાવ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ‘ભુવારાજ’ યથાવત રહ્યું છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું હોય તેમ એક પછી એક રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. રસ્તાના કામોમાં રખાયેલી ઘોર બેદરકારી હવે વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગઈ છે.

ડિંડોલી ચાર રસ્તા પર રોડ બેસી ગયો

સુરતના વ્યસ્ત ગણાતા ડિંડોલી રોડ પર આજે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. ડિંડોલી ચાર રસ્તા પાસે અચાનક જ આખો રોડ પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો. રસ્તાની વચોવચ મહાકાય ભુવો પડી જવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલો એક મોટો ભારેભરખમ ટ્રક આ ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રકનું ટાયર અને અડધો ભાગ રોડની અંદર ગરકાવ થઈ જતાં ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

પાલિકાના નબળા કામોની બેદરકારી આવી સામે

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ જો ડિંડોલી જેવા મુખ્ય માર્ગો બેસી જતા હોય, તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે તેવો સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે. નબળી ગુણવત્તાના રોડ કામોના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં તંત્ર દ્વારા ટ્રકને બહાર કાઢવાની અને રસ્તા પર બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0