Surat: ડાયમંડ કંપનીના કર્મચારીઓની દિવાળીમાં બોનસની માગ સાથે હડતાળ

સુરતમાં દિવાળી બોનસને લઈ રત્નકલાકારો હવે હડતાળ પર ઉતરી ગયા છે. એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારીઓ દિવાળીમાં બોનસની માગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે અને કામથી અળગા રહ્યા છે.3 દિવસથી કારીગરો અને કંપની વચ્ચે ચાલતી હતી વાતચીત એશિયન સ્ટાર ડાયમંડ કંપનીએ રત્નકલાકારોને દિવાળી બોનસ નહીં આપવાનું કહ્યું હતું અને સાથે જ કંપની દ્વારા 15 ટકા પગાર કાપની પણ જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી કારીગરો અને કંપની વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી હતી. જો કે કારીગરોના કહેવા અનુસાર કંપનીના HR વિભાગ તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવતા કારીગરો કામ ઉપર ચડ્યા નથી અને તમામ કારીગરો એશિયલ સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં જ હડતાળ પર બેઠા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયેલા છે અને તેને લઈને વેપારીઓ અને કારીગરો બંને પરેશાન છે. સુરતમાં ડાયમંડ બુર્સને શરૂ કરવા પ્રયાસો સુરતમાં ડાયમંડ બુર્સને શરૂ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંદીના માહોલ વચ્ચે ડાયમંડ બુર્સ શરૂ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓની મહત્વની બેઠક યોજાઈ છે અને તેમાં વેપારીઓને ડાયમંડ બુર્સમાં ઓફિસ ખોલવા મનાવવામાં આવી રહ્યા છે. દશેરાએ ઓફિસ ખોલવા માટે મનાવવામાં આવી રહ્યા છે. તમને જણાવ દઈએ કે 70 જેટલા વેપારીઓ આ બેઠકમાં હાજર છે. અત્યાર સુધી ડાયમંડ બુર્સમાં હજુ ઓફિસો ખુલ્લી નથી, ત્યારે હીરા દલાલો માટે પણ ટેબલ મુકવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજી પટેલનું નિવેદન ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજી પટેલે નિવેદન આપતા કહ્યું કે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી છે પણ કેટલાક વેપારીઓમાં ડાયમંડ બુર્સ શરૂ કરવામાં રસ જોવા મળી રહ્યો છે. એક વર્ષથી ડાયમંડ બુર્સને ધમધમતું કરી શક્યા નથી. 40 જેટલી લેબગ્રોન ડાયમંડની ઓફિસ શરૂ કરવા કવાયત હાથ ધરાશે. આ સાથે જ લેબગ્રોનના 100 જેટલા વેપારીઓની ઓફિસો શરૂ કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. લેબગ્રોનના વેપારીઓને સાથે રાખી ધંધો કરી શકાય તેવો પ્રયાસ છે.

Surat: ડાયમંડ કંપનીના કર્મચારીઓની દિવાળીમાં બોનસની માગ સાથે હડતાળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં દિવાળી બોનસને લઈ રત્નકલાકારો હવે હડતાળ પર ઉતરી ગયા છે. એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારીઓ દિવાળીમાં બોનસની માગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે અને કામથી અળગા રહ્યા છે.

3 દિવસથી કારીગરો અને કંપની વચ્ચે ચાલતી હતી વાતચીત

એશિયન સ્ટાર ડાયમંડ કંપનીએ રત્નકલાકારોને દિવાળી બોનસ નહીં આપવાનું કહ્યું હતું અને સાથે જ કંપની દ્વારા 15 ટકા પગાર કાપની પણ જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી કારીગરો અને કંપની વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી હતી. જો કે કારીગરોના કહેવા અનુસાર કંપનીના HR વિભાગ તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવતા કારીગરો કામ ઉપર ચડ્યા નથી અને તમામ કારીગરો એશિયલ સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં જ હડતાળ પર બેઠા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયેલા છે અને તેને લઈને વેપારીઓ અને કારીગરો બંને પરેશાન છે.

સુરતમાં ડાયમંડ બુર્સને શરૂ કરવા પ્રયાસો

સુરતમાં ડાયમંડ બુર્સને શરૂ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંદીના માહોલ વચ્ચે ડાયમંડ બુર્સ શરૂ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓની મહત્વની બેઠક યોજાઈ છે અને તેમાં વેપારીઓને ડાયમંડ બુર્સમાં ઓફિસ ખોલવા મનાવવામાં આવી રહ્યા છે. દશેરાએ ઓફિસ ખોલવા માટે મનાવવામાં આવી રહ્યા છે. તમને જણાવ દઈએ કે 70 જેટલા વેપારીઓ આ બેઠકમાં હાજર છે. અત્યાર સુધી ડાયમંડ બુર્સમાં હજુ ઓફિસો ખુલ્લી નથી, ત્યારે હીરા દલાલો માટે પણ ટેબલ મુકવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજી પટેલનું નિવેદન

ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજી પટેલે નિવેદન આપતા કહ્યું કે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી છે પણ કેટલાક વેપારીઓમાં ડાયમંડ બુર્સ શરૂ કરવામાં રસ જોવા મળી રહ્યો છે. એક વર્ષથી ડાયમંડ બુર્સને ધમધમતું કરી શક્યા નથી. 40 જેટલી લેબગ્રોન ડાયમંડની ઓફિસ શરૂ કરવા કવાયત હાથ ધરાશે. આ સાથે જ લેબગ્રોનના 100 જેટલા વેપારીઓની ઓફિસો શરૂ કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. લેબગ્રોનના વેપારીઓને સાથે રાખી ધંધો કરી શકાય તેવો પ્રયાસ છે.