Surat: ગેરકાયદે સટ્ટાબાજીનો કેસ, EDએ 5 લોકો સામે કરી કાર્યવાહી
સુરતમાં ગેરકાયદે સટ્ટાબાજીના કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બેનામી બેન્કિંગ કેસમાં 5 લોકો સામે EDએ કાર્યવાહી કરી છે. કમલેશ જરીવાલા સહિત 5 લોકો સામે EDએ તપાસ તેજ કરી છે.કોર્ટે પાંચેય આરોપીઓ સામે સમન્સ કાઢવા હુકમ આ કેસમાં હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં EDએ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને કોર્ટે પાંચેય આરોપીઓ સામે સમન્સ કાઢવા પણ હુકમ કર્યો છે. સટ્ટોડીયા હાર્દિક મહેતા, બકુલ ક્રિતીલાલ શાહ, હુઝેફા કૌસર મકાસરવાલા, કમલેશ જરીવાલા, હરીશ ચૌધરી અને રુષિકેશ અધિકાર શિંદે સામે ED એક્શન મોડમાં જોવા મળી રહી છે. આરોપીઓએ બનાવટી દસ્તાવેજોનો કર્યો ઉપયોગ: ED તમને જણાવી દઈએ કે આ કેસ મામલે સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ 92 ડમી બેંકના ખાતાઓ સીઝ કરવામાં આવ્યા હતા. બેંકમાં રહેલા રૂપિયા 5.67 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ઈડીએ કહ્યું કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે અને બોગસ કંપનીઓના નામથી આ બેંકમાં એકાઉન્ટ ખોલ્યા હતા.ગેરકાયદેસર આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો પર્દાફાશ કર્યો તમને જણાવી દઈએ કે અગાઉ સુરત ઈકો સેલે એસઓજી સાથે મળીને 1 ઓક્ટોબર 2022એ ડિંડોલી રાજમહેલ શોપિંગ સેન્ટરની 3 દુકાનમાં દરોડા પાડીને યુક્રેનથી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર રમાતા ઓનલાઈન સટ્ટા બેટિંગના ગેરકાયદેસર આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા ક્રિકેટ સટ્ટા બેટીંગના દુબઈથી ઓપરેટ થતા આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં તપાસ કરી રહેલા સુરત ઈકો સેલે સટ્ટા બેટીંગનું નેટવર્ક સંભાળતા કિશન ચૌધરીના ઈશારે અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા અને તેમને તે કામના પગાર ચુકવતા 4 આરોપીની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જોકે ઈકો સેલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગેરકાયદે સટ્ટાબાજીના કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બેનામી બેન્કિંગ કેસમાં 5 લોકો સામે EDએ કાર્યવાહી કરી છે. કમલેશ જરીવાલા સહિત 5 લોકો સામે EDએ તપાસ તેજ કરી છે.
કોર્ટે પાંચેય આરોપીઓ સામે સમન્સ કાઢવા હુકમ
આ કેસમાં હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં EDએ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને કોર્ટે પાંચેય આરોપીઓ સામે સમન્સ કાઢવા પણ હુકમ કર્યો છે. સટ્ટોડીયા હાર્દિક મહેતા, બકુલ ક્રિતીલાલ શાહ, હુઝેફા કૌસર મકાસરવાલા, કમલેશ જરીવાલા, હરીશ ચૌધરી અને રુષિકેશ અધિકાર શિંદે સામે ED એક્શન મોડમાં જોવા મળી રહી છે.
આરોપીઓએ બનાવટી દસ્તાવેજોનો કર્યો ઉપયોગ: ED
તમને જણાવી દઈએ કે આ કેસ મામલે સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ 92 ડમી બેંકના ખાતાઓ સીઝ કરવામાં આવ્યા હતા. બેંકમાં રહેલા રૂપિયા 5.67 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ઈડીએ કહ્યું કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે અને બોગસ કંપનીઓના નામથી આ બેંકમાં એકાઉન્ટ ખોલ્યા હતા.
ગેરકાયદેસર આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો પર્દાફાશ કર્યો
તમને જણાવી દઈએ કે અગાઉ સુરત ઈકો સેલે એસઓજી સાથે મળીને 1 ઓક્ટોબર 2022એ ડિંડોલી રાજમહેલ શોપિંગ સેન્ટરની 3 દુકાનમાં દરોડા પાડીને યુક્રેનથી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર રમાતા ઓનલાઈન સટ્ટા બેટિંગના ગેરકાયદેસર આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા
ક્રિકેટ સટ્ટા બેટીંગના દુબઈથી ઓપરેટ થતા આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં તપાસ કરી રહેલા સુરત ઈકો સેલે સટ્ટા બેટીંગનું નેટવર્ક સંભાળતા કિશન ચૌધરીના ઈશારે અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા અને તેમને તે કામના પગાર ચુકવતા 4 આરોપીની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જોકે ઈકો સેલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહતી.