Surat: ગટરમાં બાળકના મોતની ઘટના, જવાબદારો સામે FIR કરવાની પરિવારજનોની માગ
સુરતના વરિયાવમાં ગટરમાં પડી જવાથી 2 વર્ષના કેદાર નામના બાળકના મોતનો મામલો ગરમાયો છે. મૃતક બાળક કેદારના મોટા બાપુજીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પરિવારની એક જ માગ છે કે સૌથી પહેલા જવાબદારો સામે FIR નોંધાય અને ફરિયાદ બાદ જ મૃતદેહ સ્વીકારવા માટે વિચારવામાં આવશે. પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકારનો ઈનકાર કર્યો છે.જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે: પરિવારજનો સુરત મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાનિક કોર્પોરેટરો સહિત તમામ જવાબદારો સામે FIR કરવાની માગ પરિવારજનોએ કરી છે અને જ્યાં સુધી FIR નહીં કરવામાં આવે ત્યાં સુધી પરિવાર મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. મૃતક બાળકના મોટા બાપુજીએ નિવેદન આપતા કહ્યું કે 24 કલાક સુધી અમારો બાળક ગટરમાં, પાણીમાં પડ્યો રહ્યો હતો હવે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર કરીશું નહીં.સુરતના મેયર દક્ષેશ માવાણીએ પરિવારજનોને આપ્યું આશ્વાસન સુરતના મેયર દક્ષેશ માવાણી આ સમગ્ર ઘટના બાદ હોસ્પિટલ પહોંચ્યા અને 48 કલાકમાં જવાબદાર લોકો સામે પગલાં ભરવાનું પરિવારજનોને આશ્વાસન આપ્યું છે. મેયરે કહ્યું કે ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે, કસુરવારોને છોડવામાં નહીં આવે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. સ્મીમેર હોસ્પિટલમાં યુવક મેયરનો મારવા માટે દોડ્યો સુરતમાં બાળકના મોતથી જવાબદાર લોકો સામે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં એક યુવક હાથમાં દંડો લઈને મેયર દક્ષેશ માવાણીને મારવા માટે પાછળ દોડયો હતો, જો કે હાજર પોલીસ કર્મચારીએ યુવકને મેયર સુધી પહોંચે તે પહેલા અટકાવ્યો, ત્યારબાદ મેયર દક્ષેશ માવાણી પોતાના વાહનમાં બેસીને રવાના થઈ ગયા છે.
![Surat: ગટરમાં બાળકના મોતની ઘટના, જવાબદારો સામે FIR કરવાની પરિવારજનોની માગ](https://epapercdn.sandesh.com/images/2025/02/06/Wn5Xk9veyOVjCakxvlELZSUTAl8hYDkRmqFG7fkb.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના વરિયાવમાં ગટરમાં પડી જવાથી 2 વર્ષના કેદાર નામના બાળકના મોતનો મામલો ગરમાયો છે. મૃતક બાળક કેદારના મોટા બાપુજીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પરિવારની એક જ માગ છે કે સૌથી પહેલા જવાબદારો સામે FIR નોંધાય અને ફરિયાદ બાદ જ મૃતદેહ સ્વીકારવા માટે વિચારવામાં આવશે. પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકારનો ઈનકાર કર્યો છે.
જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે: પરિવારજનો
સુરત મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાનિક કોર્પોરેટરો સહિત તમામ જવાબદારો સામે FIR કરવાની માગ પરિવારજનોએ કરી છે અને જ્યાં સુધી FIR નહીં કરવામાં આવે ત્યાં સુધી પરિવાર મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. મૃતક બાળકના મોટા બાપુજીએ નિવેદન આપતા કહ્યું કે 24 કલાક સુધી અમારો બાળક ગટરમાં, પાણીમાં પડ્યો રહ્યો હતો હવે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર કરીશું નહીં.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ પરિવારજનોને આપ્યું આશ્વાસન
સુરતના મેયર દક્ષેશ માવાણી આ સમગ્ર ઘટના બાદ હોસ્પિટલ પહોંચ્યા અને 48 કલાકમાં જવાબદાર લોકો સામે પગલાં ભરવાનું પરિવારજનોને આશ્વાસન આપ્યું છે. મેયરે કહ્યું કે ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે, કસુરવારોને છોડવામાં નહીં આવે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.
સ્મીમેર હોસ્પિટલમાં યુવક મેયરનો મારવા માટે દોડ્યો
સુરતમાં બાળકના મોતથી જવાબદાર લોકો સામે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં એક યુવક હાથમાં દંડો લઈને મેયર દક્ષેશ માવાણીને મારવા માટે પાછળ દોડયો હતો, જો કે હાજર પોલીસ કર્મચારીએ યુવકને મેયર સુધી પહોંચે તે પહેલા અટકાવ્યો, ત્યારબાદ મેયર દક્ષેશ માવાણી પોતાના વાહનમાં બેસીને રવાના થઈ ગયા છે.