Surat: કિશોરીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા વિધર્મીની પોલીસે તેલંગાણાથી કરી ધરપકડ

રાજ્યમાં સમયાંતરે લવ જેહાદ કિસ્સાઓ સામે આવે છે. આવા કેસોમાં આરોપીઓને કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર પણ ખુબ જ ગંભીર છે. સુરતમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. કિશોરીને પોતાની વાતોમાં લઈ આરોપી અપહરણ કરી ભગાડી ગયો મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીનો સંપર્ક વિધર્મી યુવક મોહમ્મદ નુરબાનુ બદરુદ્દીન સૈયદ જોડે થયો હતો. ત્યારબાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. કિશોરીને પોતાની વાતોના વિશ્વાસમાં લઈ આરોપી અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. જે બાદ પરિવારે મહિધરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. તેર વર્ષની સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. 14 ઓગસ્ટના રોજ પોલીસ ચોપડે નોંધાયેલા ગુન્હા બાદ આરોપી પોલીસ પકડથી બચવા સગીરાને પોતાની જોડે લઈ અન્ય રાજ્યમાં ભાગી છુટ્યો હતો અને પોલીસથી બચવા આરોપી અલગ અલગ રાજ્યોમાં પોતાના ઠેકાણા બદલીને ભાગતો ફરી રહ્યો હતો. પોલીસની ટીમ દ્વારા આરોપીના વતન બિહારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આરોપી ત્યાં પણ મળી આવ્યો નહોતો. આરોપી અને સગીરા હૈદરાબાદના તેલંગાના ખાતે છુપાયા હતા ત્યારે મહિધરપુરા પોલીસને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સના આધારે જાણકારી મળી હતી કે આરોપી અને સગીરા તેલંગાણા ખાતે છુપાયા છે. જે માહિતીના આધારે મહીધરપુરા પોલીસની એક ટીમને હૈદરાબાદ રવાના કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરવા હૈદરાબાદ ગયેલી પોલીસ સતત વોચમાં હતી અને આરોપી મોહમ્મદ નૂરબાનુ બદરુદ્દીન સૈયદને તેલંગાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પોલીસને સફળતા મળી હતી. તે પછી આરોપીના ચુંગાલમાંથી સગીરાને પણ મુક્ત કરાવી લેવામાં આવી હતી. આરોપી મૂળ બિહારનો વતની મહીધરપુરા પોલીસ આરોપી અને સગીરાને હૈદરાબાદના તેલંગાણા ખાતેથી સુરત લઈ આવી હતી અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સગીરાની મેડિકલ તપાસ માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. જ્યારે આરોપીની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરાઈ છે, તમને જણાવી દઈએ કે આરોપી મૂળ બિહારનો વતની છે. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં જરીકામ કરે છે. સગીરા અને આરોપી આજુબાજુમાં કામ કરતા હોવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને સગીરાને ભગાડી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ પૉકસો એક્ટ અને બી.એન.એસ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ કેસમાં તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. લવ જેહાદનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યોસુરતના મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવેલ લવ જેહાદનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. આવા કિસ્સાઓમાં વિધર્મી સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. અગાઉ પણ સામે આવેલા કિસ્સાઓમાં આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવેલા લવ જેહાદના આ કિસ્સામાં વિધર્મીની પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા થઈ શકે છે.

Surat: કિશોરીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા વિધર્મીની પોલીસે તેલંગાણાથી કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં સમયાંતરે લવ જેહાદ કિસ્સાઓ સામે આવે છે. આવા કેસોમાં આરોપીઓને કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર પણ ખુબ જ ગંભીર છે. સુરતમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.

કિશોરીને પોતાની વાતોમાં લઈ આરોપી અપહરણ કરી ભગાડી ગયો

મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીનો સંપર્ક વિધર્મી યુવક મોહમ્મદ નુરબાનુ બદરુદ્દીન સૈયદ જોડે થયો હતો. ત્યારબાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. કિશોરીને પોતાની વાતોના વિશ્વાસમાં લઈ આરોપી અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. જે બાદ પરિવારે મહિધરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

તેર વર્ષની સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. 14 ઓગસ્ટના રોજ પોલીસ ચોપડે નોંધાયેલા ગુન્હા બાદ આરોપી પોલીસ પકડથી બચવા સગીરાને પોતાની જોડે લઈ અન્ય રાજ્યમાં ભાગી છુટ્યો હતો અને પોલીસથી બચવા આરોપી અલગ અલગ રાજ્યોમાં પોતાના ઠેકાણા બદલીને ભાગતો ફરી રહ્યો હતો. પોલીસની ટીમ દ્વારા આરોપીના વતન બિહારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આરોપી ત્યાં પણ મળી આવ્યો નહોતો.

આરોપી અને સગીરા હૈદરાબાદના તેલંગાના ખાતે છુપાયા હતા

ત્યારે મહિધરપુરા પોલીસને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સના આધારે જાણકારી મળી હતી કે આરોપી અને સગીરા તેલંગાણા ખાતે છુપાયા છે. જે માહિતીના આધારે મહીધરપુરા પોલીસની એક ટીમને હૈદરાબાદ રવાના કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરવા હૈદરાબાદ ગયેલી પોલીસ સતત વોચમાં હતી અને આરોપી મોહમ્મદ નૂરબાનુ બદરુદ્દીન સૈયદને તેલંગાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પોલીસને સફળતા મળી હતી. તે પછી આરોપીના ચુંગાલમાંથી સગીરાને પણ મુક્ત કરાવી લેવામાં આવી હતી.

આરોપી મૂળ બિહારનો વતની

મહીધરપુરા પોલીસ આરોપી અને સગીરાને હૈદરાબાદના તેલંગાણા ખાતેથી સુરત લઈ આવી હતી અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સગીરાની મેડિકલ તપાસ માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. જ્યારે આરોપીની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરાઈ છે, તમને જણાવી દઈએ કે આરોપી મૂળ બિહારનો વતની છે. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં જરીકામ કરે છે. સગીરા અને આરોપી આજુબાજુમાં કામ કરતા હોવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને સગીરાને ભગાડી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ પૉકસો એક્ટ અને બી.એન.એસ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ કેસમાં તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.

લવ જેહાદનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો

સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવેલ લવ જેહાદનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. આવા કિસ્સાઓમાં વિધર્મી સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. અગાઉ પણ સામે આવેલા કિસ્સાઓમાં આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવેલા લવ જેહાદના આ કિસ્સામાં વિધર્મીની પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા થઈ શકે છે.