ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધોરાજીના 2 ટ્રક ડ્રાઈવર ઝડપાયા

ગોંડલના ભરૂડી નજીક SOGના હાથે અમદાવાદથી માદક પદાર્થ લઈ ધોરાજી જતા હતા : SOGને માત્ર ગાંજાની જ બાતમી હતીરાજકોટ, : ગોંડલના ભરૂડી નજીકથી એસઓજીએ મેફેડ્રોન અને ગાંજા સાથે ધોરાજીના બે ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધા હતા. બંને અમદાવાદથી માદક પદાર્થ લઈ ધોરાજી જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. અમદાવાદમાં કોની પાસેથી માદક પદાર્થ લઈ આવતા હતા તે સહિતના મુદ્દે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.એસઓજીના સ્ટાફને બે શખ્સો  ટ્રકમાં ગાંજો લઈ ધોરાજી તરફ જઈ રહ્યાની ચોકકસ બાતમી મળતાં પીએસઆઈ બી. સી. મિયાત્રાએ સ્ટાફના માણસો સાથે ભરૂડી એલસીબીની ઓફિસ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં કેબીનમાં ડ્રાઈવર સીટની પાછળના ભાગેથી 454 ગ્રામ ગાંજો અને 11.95 ગ્રામ મેફેડ્રોન (એમડી) મળી આવ્યું હતું. જો કે એસઓજીને માત્ર ગાંજાની જ બાતમી હતી. પરંતુ તેની સાથે મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. તે સાથે જ એસઓજીએ ટ્રકમાં બેઠેલા ધોરાજીના મહમદ રમઝાન યુસુફભાઈ લાખા (ઉ.વ.23) અને રફિક મહમદ હાલા (ઉ.વ. 28)ની અટકાયત કરી હતી. એસઓજીએ ગાંજાની કિંમત રૂા.4540અને મેફેડ્રોનની કિંમત રૂા.1.19લાખ ગણી હતી. આ ઉપરાંત ટ્રકા, બે મોબાઈલ ફોન, રૂા. 13500 ની રોકડ મળી કુલ રૂા.11.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક પુછપરછમાં બંને આરોપીઓ અમદાવાદથી માદક પદાર્થોર્નો જથ્થો લઈ ધોરાજી જતાં હોવાનું કહી રહ્યા છે.  બંને આરોપીઓ કેટલા સમયથી માદક પદાર્થોનો વેપલો કરે છે, અમદાવાદનાં કયા શખ્સ પાસેથી લઈ આવ્યા હતા તે સહિતના મુદ્દે હવે પોલીસ આગળ તપાસ કરશે. 

ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધોરાજીના 2 ટ્રક ડ્રાઈવર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગોંડલના ભરૂડી નજીક SOGના હાથે અમદાવાદથી માદક પદાર્થ લઈ ધોરાજી જતા હતા : SOGને માત્ર ગાંજાની જ બાતમી હતી

રાજકોટ, : ગોંડલના ભરૂડી નજીકથી એસઓજીએ મેફેડ્રોન અને ગાંજા સાથે ધોરાજીના બે ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધા હતા. બંને અમદાવાદથી માદક પદાર્થ લઈ ધોરાજી જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. અમદાવાદમાં કોની પાસેથી માદક પદાર્થ લઈ આવતા હતા તે સહિતના મુદ્દે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

એસઓજીના સ્ટાફને બે શખ્સો  ટ્રકમાં ગાંજો લઈ ધોરાજી તરફ જઈ રહ્યાની ચોકકસ બાતમી મળતાં પીએસઆઈ બી. સી. મિયાત્રાએ સ્ટાફના માણસો સાથે ભરૂડી એલસીબીની ઓફિસ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં કેબીનમાં ડ્રાઈવર સીટની પાછળના ભાગેથી 454 ગ્રામ ગાંજો અને 11.95 ગ્રામ મેફેડ્રોન (એમડી) મળી આવ્યું હતું. 

જો કે એસઓજીને માત્ર ગાંજાની જ બાતમી હતી. પરંતુ તેની સાથે મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. તે સાથે જ એસઓજીએ ટ્રકમાં બેઠેલા ધોરાજીના મહમદ રમઝાન યુસુફભાઈ લાખા (ઉ.વ.23) અને રફિક મહમદ હાલા (ઉ.વ. 28)ની અટકાયત કરી હતી. 

એસઓજીએ ગાંજાની કિંમત રૂા.4540અને મેફેડ્રોનની કિંમત રૂા.1.19લાખ ગણી હતી. આ ઉપરાંત ટ્રકા, બે મોબાઈલ ફોન, રૂા. 13500 ની રોકડ મળી કુલ રૂા.11.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક પુછપરછમાં બંને આરોપીઓ અમદાવાદથી માદક પદાર્થોર્નો જથ્થો લઈ ધોરાજી જતાં હોવાનું કહી રહ્યા છે.  બંને આરોપીઓ કેટલા સમયથી માદક પદાર્થોનો વેપલો કરે છે, અમદાવાદનાં કયા શખ્સ પાસેથી લઈ આવ્યા હતા તે સહિતના મુદ્દે હવે પોલીસ આગળ તપાસ કરશે.