Surat: 'કાનૂન કે હાથ લંબે હોતે હે' 31 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં 31 વર્ષ બાદ હત્યાનો આરોપી ઝડપાયો. કાનૂન કે હાથ લંબે હોતે હે આખરે એ સાબિત થયું. 1994થી વરાછા પોલીસના ચોપડે વોન્ટેડ આરોપીને શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે. પોલીસે પોતાના બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી. આ કામીગીરમાં તેમને એક કેસમાં સફળતા મળી.અને 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો.
હત્યાનો આરોપી ઝડપાયો
શહેરમાં પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓના કેટલાક કેસોમાં આરોપી વોન્ટેડ છે. ફરાર આરોપીઓ પોલીસને હાથતાળી આપી સ્થળાંતર કરી દેતા કોર્ટમાં તારીખ-પે-તારીખ પડતી હોય છે. કોર્ટમાં આરોપીની હાજરીના અભાવે કેસોની ભરમાર રહે છે તો પોલીસ સ્ટેશનમાં પણ આવા અનેક કેસમાં કાર્યવાહી બાકી રહેતા ફરિયાદનો ઢગલો થવા લાગ્યો છે. જેને લઈને શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને શોધખોળની કામગીરી સોંપવામાં આવી.આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને સફળતા મળી અને વર્ષો જૂનો કેસના ફરાર આરોપીને ઝડપી પાડ્યો.
લાફો મારવા જેવી બાબતમાં કરી હત્યા
ક્રાઈમ બ્રાંચની ટીમે 31 વર્ષ પહેલા એક શખ્સની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો. આ આરોપી ૧૯૯૪માં વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ હતો. આરોપી એક ઉડિયા યુવક છે જેણે લાફો મારવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી એક શખ્સને મોતને ઘાટ ઉતાર્યો હતો. માથાકૂટ થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો મારનારને ચપ્પુથી રહેંસી નાખ્યો હતો. લાફો મારનારની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઇ, ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો. વારંવાર સ્થળાંતર કર્યા બાદ આખરે આરોપી સુરત આવી ગયો હતો.
બાતમીના આધારે કાર્યવાહી
આરોપીને શોધવા પોલીસે પોતાના બાતમીદારો સક્રિય કર્યા અને ઉડિયા યુવકને 31 વર્ષે સુરતમાંથી જ ઝડપાયો. આરોપીનું નામ આરત દિવાકર બિસોઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે આ ઉડિયા યુવક પુણા ગામ શાકમાર્કેટમાં કામ કરે છે. બાતમીના આધારે પોલીસે 1994માં વરાછા પોલીસ સ્ટેશન ચોપડે નોંધાયેલા હત્યાના આરોપી ઉડિયા યુવકની અટકાયત કરી.વરાછા પોલીસ હત્યાના ગુનાના આરોપી ઉડિયા યુવક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
What's Your Reaction?






