Surat: કપ્લેથા ચેકપોસ્ટ પરના 2022ના MD ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20-20 વર્ષની સખત જેલ

Jul 2, 2026 - 10:30
Surat: કપ્લેથા ચેકપોસ્ટ પરના 2022ના MD ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20-20 વર્ષની સખત જેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ અને ન્યાયતંત્ર સંયુક્ત રીતે કડક વલણ અપનાવી રહ્યું છે, જેનો જીવતો જાગતો પુરાવો આ ચુકાદો છે. વર્ષ ૨૦૨૨ માં સુરત એસઓજી પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સુરતમાં યુવાધનને બરબાદ કરવા માટે લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઘુસાડવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસે કપ્લેથા ચેકપોસ્ટ પાસે લોખંડી નાકાબંધી ગોઠવી હતી.

તલાશી દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો હતો

નાકાબંધી દરમિયાન શંકાસ્પદ વાહનને અટકાવી જ્યારે એસઓજીની ટીમે તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાહનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ૫૯ લાખ રૂપિયાની કિંમત ધરાવતું શુદ્ધ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ ડ્રગ્સની હેરાફેરી કરનારા અઝરુદીન શેખ, રિઝવાન શેખ અને તોહીદ શેખની એનડીપીએસ (NDPS) એક્ટની ગંભીર કલમો હેઠળ ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.

કોર્ટમાં ચાલેલી લાંબી કાનૂની લડાઈનો અંત

આ હાઈપ્રોફાઈલ કેસ સુરતની સ્પેશિયલ કોર્ટમાં ચાલતો હતો. સુનાવણી દરમિયાન સરકારી પક્ષ તરફથી એસઓજીના મજબૂત પંચનામા, એફએસએલ (FSL) નો પોઝિટિવ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે ડ્રગ્સનો વેપાર એ માત્ર ગુનો નથી પરંતુ આખા સમાજ અને દેશની યુવા પેઢીને ખોખલી કરવાનું સંગઠિત કાવતરું છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર જજે અઝરુદીન, રિઝવાન અને તોહીદ શેખને કસૂરવાર ઠેરવીને પ્રત્યેકને 20-20 વર્ષની જેલની સજા ફટકારી છે. સુરતમાં તાજેતરના સમયમાં ડ્રગ્સ પેડલર્સને મળેલી આ સૌથી મોટી સજાઓમાંથી એક છે.

આ પણ વાંચો:  Rajkot: બાંધકામ સાઇટો પરથી લાખોની ચોરી કરનાર 6 આરોપીઓ ઝડપાયા, 18 લાખનો મુદ્દામાલ કબજે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0