Surat: કતારગામમાં યુવક એમ્બ્રોઈડરી મશીનમાં ફસાયો, ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ

સુરત શહેરના કતારગામમાં એમ્બ્રોઈડરી મશીનમાં કામ કરતી વખતે એક યુવક અંદર ફસાઈ ગયો હતો. આ યુવકનું માત્ર માથું જ બહાર હતુ, જ્યારે શરીરનો અન્ય ભાગ મશીનમાં ફસાયેલો હતો. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા મશીન ચીરીને યુવકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કતારગામના ફૂલપાડા રોડ પર આવેલી GIDC સ્થિત વિશ્વકર્મા સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જ્યા એમ્બ્રોઈડરીના કારખાનમાં પરવેઝ આલમ નામનો યુવક અંદરથી દરવાજો બંધ કરીને એકલો કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક મશીનમાં આવી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરીને જોયું તો યુવક ગળાના ભાગેથી મશીનમાં ફસાઈ ગયો હતો. યુવકનું માત્ર માથું જ બહાર દેખાતું હોવાથી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ સાધન વડે એમ્બ્રોઈડરી મશીનનું પેન્ટોગ્રાફર કાપીને તેને બહાર કાઢ્યો હતો. જો કે યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી તે બેભાન બની ગયો હતો. જેથી તાત્કાલિક 108માં યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને જોયું તો યુવક ગળાના ભાગેથી મશીનમાં ફસાઈ ગયો હતો. તેનું ફક્ત માથુ જ મશીનની બહાર હતું. જેથી ફાયર વિભાગની ટીમે ફાયરના રેસ્ક્યુ સાધનોથી એમ્બોડરી મશીનનું પેન્ટોગ્રાફર કાપીને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. યુવકને ગળાના ભાગે ઈજા થઇ હતી અને તે બેભાન હાલતમાં હોય તેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

Surat: કતારગામમાં યુવક એમ્બ્રોઈડરી મશીનમાં ફસાયો, ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના કતારગામમાં એમ્બ્રોઈડરી મશીનમાં કામ કરતી વખતે એક યુવક અંદર ફસાઈ ગયો હતો. આ યુવકનું માત્ર માથું જ બહાર હતુ, જ્યારે શરીરનો અન્ય ભાગ મશીનમાં ફસાયેલો હતો. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા મશીન ચીરીને યુવકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કતારગામના ફૂલપાડા રોડ પર આવેલી GIDC સ્થિત વિશ્વકર્મા સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જ્યા એમ્બ્રોઈડરીના કારખાનમાં પરવેઝ આલમ નામનો યુવક અંદરથી દરવાજો બંધ કરીને એકલો કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક મશીનમાં આવી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરીને જોયું તો યુવક ગળાના ભાગેથી મશીનમાં ફસાઈ ગયો હતો. યુવકનું માત્ર માથું જ બહાર દેખાતું હોવાથી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ સાધન વડે એમ્બ્રોઈડરી મશીનનું પેન્ટોગ્રાફર કાપીને તેને બહાર કાઢ્યો હતો. જો કે યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી તે બેભાન બની ગયો હતો. જેથી તાત્કાલિક 108માં યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને જોયું તો યુવક ગળાના ભાગેથી મશીનમાં ફસાઈ ગયો હતો. તેનું ફક્ત માથુ જ મશીનની બહાર હતું. જેથી ફાયર વિભાગની ટીમે ફાયરના રેસ્ક્યુ સાધનોથી એમ્બોડરી મશીનનું પેન્ટોગ્રાફર કાપીને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. યુવકને ગળાના ભાગે ઈજા થઇ હતી અને તે બેભાન હાલતમાં હોય તેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.