Suratમાં BJPના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ સસ્તા અનાજની દુકાનામાં કરી રેડ,થયા મોટા ખુલાસા

સુરતમાં ગરીબોને અપાતા અનાજમાંથી કરાતી હતી કટકી સસ્તા અનાજની દુકાનમાંથી ઓછું અનાજ અપાતું હતું ગોપીપુરામાં સસ્તા અનાજની દુકાનમાં કરી રેડ સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમાં લાપસીવાલાએ સસ્તા અનાજની દુકાનમાં રેડ કરી હતી જેમાં અનેક ખુલાસાઓ થયા છે,ગ્રાહકોને 8 કિલો ઘઉં, 3 કિલો ચોખા આપતા હતા જેના કારણે બાતમી મળતા રેડ કરવામાં આવી હતી,વેપારી સરકારમાંથી ઓછું અનાજ આવે છે તેમ છેતરપિંડી કરતા હતા.સુરત કલેકટરના પુરવઠા અધિકારી થયા દોડતા.સુરતમાં ગરીબોને અપાતા અનાજમાંથી કટકી સુરતમા ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ રેડ કરી હતી,જેમાં ગોપીપુરા સ્થિત કીરપારામ મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ કરાતા વેપારી ચૌંકી ઉઠયો હતો,સસ્તા અનાજની દુકાનવાળો ગ્રાહકોને ઓછું અનાજ આપતો હતો જેને લઈ ચેકિંગ કરવામાં આવ્યું છે.આ વેપારી ગ્રાહકોને સરકાર તરફથી મળવા પાત્ર જથ્થામાંથી જ કરતો હતો કટકી,સુરતના કોર્પોરેટરે રેડ કરતા વેપારીની પોલ ખુલ્લી પડી ગઈ હતી,ત્યારે કોર્પોરેટરે કોમ્પ્યુટરમાં શું જથ્થો બતાવ્યો છે તેને લઈ પણ ચેકિંગ કર્યું હતું.પુરવઠા અધિકારીઓ દોડતા થયા સમગ્ર ઘટનાની જાણ સુરતના પુરવઠા અધિકારીને કરાઈ હતી જેને લઈ પુરવઠા અધિકારીએ પણ ટીમ સાથે દુકાનમાં ચેકિંગ હાથધર્યુ હતુ,મહત્વનું છે કે લાંબા સમયથી આ વેપારી દ્રારા છેતરપિંડી કરવામાં આવતી હતી,વધેલો અનાજનો જથ્થો કોને આપવામાં આવતો હતો તેને લઈ તપાસ હાથધરી હતી,ત્યારે જોવું રહ્યું કે આ રેડમાં આગળ શું કાર્યવાહી થઈ શકે છે. દુકાનનું લાઈસન્સ થઈ શકે છે રદ અગાઉ પણ સુરતના એક કોર્પોરેટર દ્રારા સસ્તા અનાજની દુકાનમા ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો,અને તે વખતે દુકાનદારનો પરવાનો રદ થયો હતો,હવે આ વખતની રેડમાં પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરી છે તેને લઈ સૌ કોઈની નજર છે,સરકારમાંથી અનાજનો જથ્થો સમય મૂજબ આવે છે તો વેપારીઓ કેમ ગરીબોના હકનું છીનવી લેતા હશે તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

Suratમાં BJPના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ સસ્તા અનાજની દુકાનામાં કરી રેડ,થયા મોટા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ગરીબોને અપાતા અનાજમાંથી કરાતી હતી કટકી
  • સસ્તા અનાજની દુકાનમાંથી ઓછું અનાજ અપાતું હતું
  • ગોપીપુરામાં સસ્તા અનાજની દુકાનમાં કરી રેડ

સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમાં લાપસીવાલાએ સસ્તા અનાજની દુકાનમાં રેડ કરી હતી જેમાં અનેક ખુલાસાઓ થયા છે,ગ્રાહકોને 8 કિલો ઘઉં, 3 કિલો ચોખા આપતા હતા જેના કારણે બાતમી મળતા રેડ કરવામાં આવી હતી,વેપારી સરકારમાંથી ઓછું અનાજ આવે છે તેમ છેતરપિંડી કરતા હતા.સુરત કલેકટરના પુરવઠા અધિકારી થયા દોડતા.

સુરતમાં ગરીબોને અપાતા અનાજમાંથી કટકી

સુરતમા ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ રેડ કરી હતી,જેમાં ગોપીપુરા સ્થિત કીરપારામ મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ કરાતા વેપારી ચૌંકી ઉઠયો હતો,સસ્તા અનાજની દુકાનવાળો ગ્રાહકોને ઓછું અનાજ આપતો હતો જેને લઈ ચેકિંગ કરવામાં આવ્યું છે.આ વેપારી ગ્રાહકોને સરકાર તરફથી મળવા પાત્ર જથ્થામાંથી જ કરતો હતો કટકી,સુરતના કોર્પોરેટરે રેડ કરતા વેપારીની પોલ ખુલ્લી પડી ગઈ હતી,ત્યારે કોર્પોરેટરે કોમ્પ્યુટરમાં શું જથ્થો બતાવ્યો છે તેને લઈ પણ ચેકિંગ કર્યું હતું.


પુરવઠા અધિકારીઓ દોડતા થયા

સમગ્ર ઘટનાની જાણ સુરતના પુરવઠા અધિકારીને કરાઈ હતી જેને લઈ પુરવઠા અધિકારીએ પણ ટીમ સાથે દુકાનમાં ચેકિંગ હાથધર્યુ હતુ,મહત્વનું છે કે લાંબા સમયથી આ વેપારી દ્રારા છેતરપિંડી કરવામાં આવતી હતી,વધેલો અનાજનો જથ્થો કોને આપવામાં આવતો હતો તેને લઈ તપાસ હાથધરી હતી,ત્યારે જોવું રહ્યું કે આ રેડમાં આગળ શું કાર્યવાહી થઈ શકે છે.

દુકાનનું લાઈસન્સ થઈ શકે છે રદ

અગાઉ પણ સુરતના એક કોર્પોરેટર દ્રારા સસ્તા અનાજની દુકાનમા ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો,અને તે વખતે દુકાનદારનો પરવાનો રદ થયો હતો,હવે આ વખતની રેડમાં પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરી છે તેને લઈ સૌ કોઈની નજર છે,સરકારમાંથી અનાજનો જથ્થો સમય મૂજબ આવે છે તો વેપારીઓ કેમ ગરીબોના હકનું છીનવી લેતા હશે તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.