Suratમાં સારોલી પોલીસ ઉંઘતી રહી, PCBએ 4 કરોડથી વધુના નકલી ગુટખા ઝડપ્યા

સુરતમાં પીસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથધરી છે,જેમાં પીસીબીને માહિતી મળી હતી કે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટમાં નકલી તમાકુ અને ગુટખાનો માલ આવ્યો છે,ત્યારે પોલીસે ત્યાં જઈ રેડ કરતા 4 કરોડ કરતા વધુનો નકલી ગુટખા અને તમાકુના માલ જપ્ત કર્યો છે,આ ઘટનામાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રથી આ માલ વેચવા માટે લાવવામાં આવતો હતો. સુરતમાં ડુપ્લીકેટનો મોટો ખેલ પકડાયો સુરતમાં નકલીનો મોટો ખેલ પીસીબી પોલીસે ઝડપી પાડયો છે,જેમાં આરોપીઓ દ્રારા મહારાષ્ટ્રથી નકલી તમાકુ અને ગુટખા લાવીને તેનું વેપારીઓને વેચાણ કરવામાં આવતી વાત સામે આવી છે,આ કાંડમા પોલીસની તપાસમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા છે.જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ બે આરોપીઓ ફરાર છે.પોલીસે ટ્રક ઝડપીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.સુરતના સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આ જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ. સારોલી પોલીસ ઉંઘતી રહી સુરતના સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પ્રિન્સ એસ્ટેટમાં પીસીબીએ દરોડા પાડીને નકલી ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે.આરોપીઓની ધરપકડ કરતા સામે આવ્યું કે મહારાષ્ટ્રથી કન્ટેનરમાં આ મુદ્દામાલ લાવવામાં આવતો હતો અને વેચાણ કરવામાં આવતું હતુ,ઓરીજીનલ કંપનીનો માલ હોવાનું કહીને નકલી માલ પધરાવી દેવામાં આવતો હોવાની વાત સામે આવી છે.ત્યારે અન્ય બે ફરાર આરોપીઓ ઝડપાશે ત્યારે વધુ ખુલાસા થશે. પીસીબીની સતર્કતા લાગી કામ પીસીબીએ પોલીસની એવી એજન્સી છે જે સીધી પોલીસ કમિશનરના તાબા હેઠળ કામ કરતી એજન્સી છે,પીસીબી દ્રારા દારૂ તેમજ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવતા હોય છે અને ત્યારબાદ જે પોલીસ સ્ટેશન વિસ્તાર લાગતો હોય તે પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવતા હોય છે,ત્યારે પીસીબીની સતર્કતાના કારણે 4 કરોડના નકલી ગુટખા જપ્ત થયા છે.  

Suratમાં સારોલી પોલીસ ઉંઘતી રહી, PCBએ 4 કરોડથી વધુના નકલી ગુટખા ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પીસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથધરી છે,જેમાં પીસીબીને માહિતી મળી હતી કે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટમાં નકલી તમાકુ અને ગુટખાનો માલ આવ્યો છે,ત્યારે પોલીસે ત્યાં જઈ રેડ કરતા 4 કરોડ કરતા વધુનો નકલી ગુટખા અને તમાકુના માલ જપ્ત કર્યો છે,આ ઘટનામાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રથી આ માલ વેચવા માટે લાવવામાં આવતો હતો.

સુરતમાં ડુપ્લીકેટનો મોટો ખેલ પકડાયો
સુરતમાં નકલીનો મોટો ખેલ પીસીબી પોલીસે ઝડપી પાડયો છે,જેમાં આરોપીઓ દ્રારા મહારાષ્ટ્રથી નકલી તમાકુ અને ગુટખા લાવીને તેનું વેપારીઓને વેચાણ કરવામાં આવતી વાત સામે આવી છે,આ કાંડમા પોલીસની તપાસમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા છે.જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ બે આરોપીઓ ફરાર છે.પોલીસે ટ્રક ઝડપીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.સુરતના સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આ જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ.



સારોલી પોલીસ ઉંઘતી રહી
સુરતના સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પ્રિન્સ એસ્ટેટમાં પીસીબીએ દરોડા પાડીને નકલી ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે.આરોપીઓની ધરપકડ કરતા સામે આવ્યું કે મહારાષ્ટ્રથી કન્ટેનરમાં આ મુદ્દામાલ લાવવામાં આવતો હતો અને વેચાણ કરવામાં આવતું હતુ,ઓરીજીનલ કંપનીનો માલ હોવાનું કહીને નકલી માલ પધરાવી દેવામાં આવતો હોવાની વાત સામે આવી છે.ત્યારે અન્ય બે ફરાર આરોપીઓ ઝડપાશે ત્યારે વધુ ખુલાસા થશે.

પીસીબીની સતર્કતા લાગી કામ
પીસીબીએ પોલીસની એવી એજન્સી છે જે સીધી પોલીસ કમિશનરના તાબા હેઠળ કામ કરતી એજન્સી છે,પીસીબી દ્રારા દારૂ તેમજ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવતા હોય છે અને ત્યારબાદ જે પોલીસ સ્ટેશન વિસ્તાર લાગતો હોય તે પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવતા હોય છે,ત્યારે પીસીબીની સતર્કતાના કારણે 4 કરોડના નકલી ગુટખા જપ્ત થયા છે.