Anand: બોરસદમાં વરસાદી પાણીમાં ડૂબી જતા એકનું મોત

સિસ્વા ગામે બસ સ્ટેન્ડ પાસે પાણીમાં ડૂબ્યા ગામના બસ સ્ટેન્ડ પાસે કેડસમા પાણી ભરાયા ઇન્દિરા કોલોની વિસ્તારમાં પાણી ભરાયા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ સીસ્વા ગામમાં પાણીમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું છે. બસ સ્ટેન્ડ પાસે પાણીમાં ડૂબી જતા અરુણભાઈ પટેલનું મોત થયું છે. બોરસદ તાલુકામાં અવિરત મેઘ મહેર થતાં સીસ્વા ગામના બસ સ્ટેન્ડ પાસે કેડસમા પાણી ભરાયા છે. ઇન્દિરા કોલોની વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેથી સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. જેમાં આણંદ જિલ્લો પણ બાકાત નથી. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બપોર બાદ આણંદમાં મેઘરાજાએ જોર પકડતા નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. લોકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ આણંદ જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આણંદ જિલ્લાના ખંભાત ખાતે સવારથી છુટોછવાયો ધીમીગતિએ વરસાદ વરસતો હતો પણ બપોર પછી એકાએક વરસાદનું જોર વધી જતાં નીચાણવાળા વિસ્તારમાં 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને કબીર આશ્રમ, ખંભાત ખાતે વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Anand: બોરસદમાં વરસાદી પાણીમાં ડૂબી જતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિસ્વા ગામે બસ સ્ટેન્ડ પાસે પાણીમાં ડૂબ્યા
  • ગામના બસ સ્ટેન્ડ પાસે કેડસમા પાણી ભરાયા
  • ઇન્દિરા કોલોની વિસ્તારમાં પાણી ભરાયા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ સીસ્વા ગામમાં પાણીમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું છે. બસ સ્ટેન્ડ પાસે પાણીમાં ડૂબી જતા અરુણભાઈ પટેલનું મોત થયું છે. બોરસદ તાલુકામાં અવિરત મેઘ મહેર થતાં સીસ્વા ગામના બસ સ્ટેન્ડ પાસે કેડસમા પાણી ભરાયા છે. ઇન્દિરા કોલોની વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેથી સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. જેમાં આણંદ જિલ્લો પણ બાકાત નથી. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બપોર બાદ આણંદમાં મેઘરાજાએ જોર પકડતા નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે.

લોકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

આણંદ જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આણંદ જિલ્લાના ખંભાત ખાતે સવારથી છુટોછવાયો ધીમીગતિએ વરસાદ વરસતો હતો પણ બપોર પછી એકાએક વરસાદનું જોર વધી જતાં નીચાણવાળા વિસ્તારમાં 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને કબીર આશ્રમ, ખંભાત ખાતે વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.