Suratમાં રેસ્ટોરન્ટનો માલિક હનીટ્રેપનો ભોગ બન્યો, આરોપીઓએ બ્લેકમેલ કરતા કર્યો આપઘાત

સુરતમાં હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ છે અને વરાછા પોલીસે ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે,જેમાં નયના ઝાલા અને હનુ ઝાલા સહીત 4 ઝડપાયા છે,પહેલા પાસોદરાના રેસ્ટોરેન્ટ માલિકને હનીટ્રેપનો શિકાર બનાવ્યો અને રૂપિયા માંગી બ્લકમેલ કરતા હતા તો રેસ્ટોરન્ટના માલિકે નદીમાં ઝંપલાવી આપઘાત કરતા પોલીસે પણ ગુન નોંધ્યો છે. માલિકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પહેલા આરોપીઓએ રેસ્ટોરન્ટના માલિકની હનીટ્રેપ કરી રૂપિયા પડાવ્યા અને બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હતા હોવાની વાત સામે આવી છે એટલે રેસ્ટોરન્ટના માલિકે કંટાળી આપઘાત કરી લીધો તો આપઘાત પહેલા રેસ્ટોરન્ટના માલિકે વીડિયો બનાવ્યો અને સમગ્ર ઘટના બની તેની જાણ કરી હતી પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો છે,કામરેજ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી કર્યો હતો આપઘાત. મારા મોત માટે ચાર લોકો જવાબદાર : મૃતક નવકાર એવન્યુ સોસાયટી નવાગામ પાસોદરા પાટીયા કામરેજ ખાતે રહેતા યોગેશભાઈ જાવીયાએ 5મી ફેબ્રુઆરીના રોજ કામરેજના તાપી પુલ ઉપરથી નદીમાં ભુસ્કો મારી આપઘાત કર્યો હતો. યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા 2 મિનિટ અને 36 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો અને તેની પત્નીના બનેવી દિપક રાણાને મોકલ્યો હતો. વીડિયોમાં તેઓએ મારુ નામ યોગેશ છે. મને નયના હનુ ઝાલા, નયના ભરત ઝાલાએ મને હનીટ્રેપમાં ફસાવેલો અને મને નયના ભરત ઝાલા ભગાડી લઈ ગઈ હતી. પાંચ દિવસ પછી પાછા આવી ગયા હતા. જાણો હનીટ્રેપ એટલે શું હની ટ્રેપિંગ એ આંતરવ્યક્તિત્વ, રાજકીય (રાજ્યની જાસૂસી સહિત) અથવા નાણાકીય હેતુ માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધોનો ઉપયોગ કરતી પ્રથા છે.આમાં ગુનેગારો દ્રારા શારીરીક સંબધો બંધાવી અથવા તો અંગતપળોનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી તેમજ બદનામ કરવાની વાત કરવામાં આવતી હોય છે.  

Suratમાં રેસ્ટોરન્ટનો માલિક હનીટ્રેપનો ભોગ બન્યો, આરોપીઓએ બ્લેકમેલ કરતા કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ છે અને વરાછા પોલીસે ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે,જેમાં નયના ઝાલા અને હનુ ઝાલા સહીત 4 ઝડપાયા છે,પહેલા પાસોદરાના રેસ્ટોરેન્ટ માલિકને હનીટ્રેપનો શિકાર બનાવ્યો અને રૂપિયા માંગી બ્લકમેલ કરતા હતા તો રેસ્ટોરન્ટના માલિકે નદીમાં ઝંપલાવી આપઘાત કરતા પોલીસે પણ ગુન નોંધ્યો છે.

માલિકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પહેલા આરોપીઓએ રેસ્ટોરન્ટના માલિકની હનીટ્રેપ કરી રૂપિયા પડાવ્યા અને બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હતા હોવાની વાત સામે આવી છે એટલે રેસ્ટોરન્ટના માલિકે કંટાળી આપઘાત કરી લીધો તો આપઘાત પહેલા રેસ્ટોરન્ટના માલિકે વીડિયો બનાવ્યો અને સમગ્ર ઘટના બની તેની જાણ કરી હતી પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો છે,કામરેજ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી કર્યો હતો આપઘાત.

મારા મોત માટે ચાર લોકો જવાબદાર : મૃતક

નવકાર એવન્યુ સોસાયટી નવાગામ પાસોદરા પાટીયા કામરેજ ખાતે રહેતા યોગેશભાઈ જાવીયાએ 5મી ફેબ્રુઆરીના રોજ કામરેજના તાપી પુલ ઉપરથી નદીમાં ભુસ્કો મારી આપઘાત કર્યો હતો. યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા 2 મિનિટ અને 36 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો અને તેની પત્નીના બનેવી દિપક રાણાને મોકલ્યો હતો. વીડિયોમાં તેઓએ મારુ નામ યોગેશ છે. મને નયના હનુ ઝાલા, નયના ભરત ઝાલાએ મને હનીટ્રેપમાં ફસાવેલો અને મને નયના ભરત ઝાલા ભગાડી લઈ ગઈ હતી. પાંચ દિવસ પછી પાછા આવી ગયા હતા.

જાણો હનીટ્રેપ એટલે શું

હની ટ્રેપિંગ એ આંતરવ્યક્તિત્વ, રાજકીય (રાજ્યની જાસૂસી સહિત) અથવા નાણાકીય હેતુ માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધોનો ઉપયોગ કરતી પ્રથા છે.આમાં ગુનેગારો દ્રારા શારીરીક સંબધો બંધાવી અથવા તો અંગતપળોનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી તેમજ બદનામ કરવાની વાત કરવામાં આવતી હોય છે.