Suratમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા 19 વર્ષના યુવકનું કરુણ મોત

Sep 17, 2025 - 17:30
Suratમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા 19 વર્ષના યુવકનું કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉધના વિસ્તારમાં આજે ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. રેવાનગર વિસ્તારમાં એક 19 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવકનું નામ નિમેષ પઢિયાર છે. આ ઘટના બપોરના સમયે બની હતી. જ્યારે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. નિમેષ એક કારખાનામાંથી માલ ઉતારી રહ્યો હતો. તે જ સમયે વીજળીના તારના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

ભારે વરસાદ વચ્ચે ઉધના રેવાનગરમાં સર્જાઈ દુર્ઘટના

વીજ કરંટ એટલો શક્તિશાળી હતો કે નિમેષનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું. આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટના બાદ નિમેષના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. માતા-પિતા અને સંબંધીઓ પુત્રના અકાળે અવસાનથી ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

દુર્ઘટના બાદ પરિવારમાં ચોધાર આંસુએ રડી પડ્યો

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ભારે વરસાદ દરમિયાન વીજળીના સાધનો અને ખુલ્લા વાયરોથી સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ કરુણ બનાવથી નિમેષનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0