Suratમાં ફરી આગની ઘટના, જીમમાં લાગી આગ, 2 લોકોના મોત

સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આગની ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા છે. કોમ્પલેક્સના ચોથા માળે આવેલા જીમમાં વિકરાળ આગ લાગી હતી.કોમ્પલેક્સમાં આગની ઘટના બનતા જ ભારે નાસ ભાગ મચી ગઈમળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જીમની ઉપર સ્પામાં ફસાયેલી બે મહિલાના આગની ઘટનાના કારણે મોત થયા છે. કોમ્પલેક્સમાં આગની ઘટના બનતા જ ભારે નાસ ભાગ મચી ગઈ હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.ફાયર NOC માટે આ બિલ્ડિંગને અગાઉ 5 વખત અપાઈ ચૂકી છે નોટિસતમને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગને અગાઉ 5 વખત ફાયર NOC માટે નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે જ આ કોમ્પલેક્સ આવેલુ છે અને તેમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ વેસુ અને મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. શોર્ટ સર્કિટથી આગ લાગી: મેયર દક્ષેશ માવાણી સુરતના સિટી લાઈટ વિસ્તારમાં બનેલી આગની ઘટનાની જાણકારી મળતા જ શહેરના મેયર દક્ષેશ માવાણી ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને જાણકારી આપતા જણાવ્યું કે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, આ કોમ્પલેક્ષને ફાયર NOC માટે નોટિસ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે હાલમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે અને આ આગની ઘટનામાં 2 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. 

Suratમાં ફરી આગની ઘટના, જીમમાં લાગી આગ, 2 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આગની ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા છે. કોમ્પલેક્સના ચોથા માળે આવેલા જીમમાં વિકરાળ આગ લાગી હતી.

કોમ્પલેક્સમાં આગની ઘટના બનતા જ ભારે નાસ ભાગ મચી ગઈ

મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જીમની ઉપર સ્પામાં ફસાયેલી બે મહિલાના આગની ઘટનાના કારણે મોત થયા છે. કોમ્પલેક્સમાં આગની ઘટના બનતા જ ભારે નાસ ભાગ મચી ગઈ હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર NOC માટે આ બિલ્ડિંગને અગાઉ 5 વખત અપાઈ ચૂકી છે નોટિસ

તમને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગને અગાઉ 5 વખત ફાયર NOC માટે નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે જ આ કોમ્પલેક્સ આવેલુ છે અને તેમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ વેસુ અને મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

શોર્ટ સર્કિટથી આગ લાગી: મેયર દક્ષેશ માવાણી

સુરતના સિટી લાઈટ વિસ્તારમાં બનેલી આગની ઘટનાની જાણકારી મળતા જ શહેરના મેયર દક્ષેશ માવાણી ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને જાણકારી આપતા જણાવ્યું કે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, આ કોમ્પલેક્ષને ફાયર NOC માટે નોટિસ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે હાલમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે અને આ આગની ઘટનામાં 2 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે.