Ahmedabad: શિક્ષણ વિભાગ વિકાસની ઉજવણીની લહાયમાં બાળકોની પરીક્ષા પણ ભૂલ્યો!

રાજ્યનું શિક્ષણ વિભાગ સરકારના વિકાસની ઉજવણીની લહાયમાં બાળકોની પરીક્ષા પણ ભુલાઈ ગઈ હોય એવુ લાગે છે. કારણ કે, શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ ગાથાનો કાર્યક્રમ યોજવાનો અને તેની સાબિતી રૂપે વિગતો મોકલવાનું ફરમાન જારી કરાયું છે.બીજી તરફ અપૂરતા શિક્ષકો વિના રાજ્યની શાળાઓમાં આગામી તા.14 ઓક્ટોબરથી શાળાકીય પરીક્ષાઓ શરૂ થવાની છે. આ સંજોગોમાં સ્કૂલો પરીક્ષા લેવાની અને બાળકો આપવાની તૈયારી કરશે કે પછી કાર્યક્રમોની ઉજવણીમાં જોતરાશે. આ સમાચાર સાંભળતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરીઓ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાની સૂચના આપવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએમાં વિવિધ કાર્યક્રમો યોજવાના રહેશે. જિલ્લાઓની શાળામાં યોજાનાર કાર્યક્રમોની દૈનિક વિગતો તાલુકા અને શાળાઓમાથી મેળવી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં શિક્ષણ વિભાગને મોકલી આપવાનો આદેશ અપાયો છે. શિક્ષણ વિભાગે ઉજવણી માટે કુલ 22 પેજનું એક પ્રેઝન્ટેશન પણ જિલ્લાઓમાં મોકલી આપ્યું છે, જેમાં સરકાર દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોમાં કરેલા કાર્યો અંગેની સંક્ષિપ્તમાં વિગતો મોકલવામાં આવી છે. આ વિગતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવાના અને એ મુજબના કાર્યક્રમો યોજવાનો આદેશ અપાયો છે.બીજી તરફ શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ.9થી 12ની પ્રથમ પરીક્ષા તા.14થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. GCERT કાર્યક્રમ મુજબ પ્રાથમિક શાળાઓમાં 17થી 25 ઓક્ટોબર દરમિયાન પરીક્ષા યોજવાનુ નક્કી કરાયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ પ્રથમ પરીક્ષા રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ભણ્યા વિના જ આપવાના છે કારણ કે, પૂરતા શિક્ષકો જ નથી. આ સંજોગોમાં હવે પરીક્ષા સમયે જ કાર્યક્રમોની ભરમાર શરૂ કરાતાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Ahmedabad: શિક્ષણ વિભાગ વિકાસની ઉજવણીની લહાયમાં બાળકોની પરીક્ષા પણ ભૂલ્યો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યનું શિક્ષણ વિભાગ સરકારના વિકાસની ઉજવણીની લહાયમાં બાળકોની પરીક્ષા પણ ભુલાઈ ગઈ હોય એવુ લાગે છે. કારણ કે, શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ ગાથાનો કાર્યક્રમ યોજવાનો અને તેની સાબિતી રૂપે વિગતો મોકલવાનું ફરમાન જારી કરાયું છે.

બીજી તરફ અપૂરતા શિક્ષકો વિના રાજ્યની શાળાઓમાં આગામી તા.14 ઓક્ટોબરથી શાળાકીય પરીક્ષાઓ શરૂ થવાની છે. આ સંજોગોમાં સ્કૂલો પરીક્ષા લેવાની અને બાળકો આપવાની તૈયારી કરશે કે પછી કાર્યક્રમોની ઉજવણીમાં જોતરાશે. આ સમાચાર સાંભળતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરીઓ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાની સૂચના આપવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએમાં વિવિધ કાર્યક્રમો યોજવાના રહેશે. જિલ્લાઓની શાળામાં યોજાનાર કાર્યક્રમોની દૈનિક વિગતો તાલુકા અને શાળાઓમાથી મેળવી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં શિક્ષણ વિભાગને મોકલી આપવાનો આદેશ અપાયો છે. શિક્ષણ વિભાગે ઉજવણી માટે કુલ 22 પેજનું એક પ્રેઝન્ટેશન પણ જિલ્લાઓમાં મોકલી આપ્યું છે, જેમાં સરકાર દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોમાં કરેલા કાર્યો અંગેની સંક્ષિપ્તમાં વિગતો મોકલવામાં આવી છે. આ વિગતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવાના અને એ મુજબના કાર્યક્રમો યોજવાનો આદેશ અપાયો છે.

બીજી તરફ શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ.9થી 12ની પ્રથમ પરીક્ષા તા.14થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. GCERT કાર્યક્રમ મુજબ પ્રાથમિક શાળાઓમાં 17થી 25 ઓક્ટોબર દરમિયાન પરીક્ષા યોજવાનુ નક્કી કરાયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ પ્રથમ પરીક્ષા રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ભણ્યા વિના જ આપવાના છે કારણ કે, પૂરતા શિક્ષકો જ નથી. આ સંજોગોમાં હવે પરીક્ષા સમયે જ કાર્યક્રમોની ભરમાર શરૂ કરાતાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.