Suratમાં પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસમાં LED લાઈટની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

સુરતમાં ફાર્મ અને પાર્ટી પ્લોટમાં LED લાઈટની ચોરી કરતી ગેંગના આરોપીઓ ઝડપાયા છે.પાર્ટી પ્લોટમાં LED લાઈટ લગાવી હોય તેને રાત્રીના સમય દરમિયાન નીકાળી દેતા હતા આ બાબતે સિંગણપોર પોલીસને અનેક ફરિયાદો મળી હતી તો તે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડયા છે,પાંચ ફાર્મમાં ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. LED ફોક્સ ચોરી કરવા નીકળતા હતા પોલીસની તપસામાં સામે આવ્યું છે કે આરોપીઓએ 60થી વધુ LED લાઈટની ચોરી કરી છે જેમાં ક્રિશ કંથારીયા, રેહાન શેખ,હિતેન રાઠોડ, અનીકેત નાયકાની ધરપકડ કરવામાં આવી છે,અત્યાર સુધી કયાં અને કેટલી લાઈટોની ચોરી કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે સાથે સાથે લાઈટોની ચોરી કરીને કોને વેચતા હતા તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતા હતા અને તમામ આરોપીઓ 20 થી 25 વર્ષની ઉંમરના છે. મોજશોખ માટે કરતા ચોરી આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે જેમાં રામકથા રોડ પર વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રે 21 જેટલા LED ફોક્સની ચોરી કરી હતી. આ ચોરીના ગુનામાં અન્ય શખસો પણ સામેલ હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી LED ફોક્સની ચોરી કરી હતી. આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા હતા. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 60 જેટલા એલઇડી ફોક્સ, બે બાઈક અને મોબાઈલ ફોન મળી 3.87 લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.  

Suratમાં પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસમાં LED લાઈટની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ફાર્મ અને પાર્ટી પ્લોટમાં LED લાઈટની ચોરી કરતી ગેંગના આરોપીઓ ઝડપાયા છે.પાર્ટી પ્લોટમાં LED લાઈટ લગાવી હોય તેને રાત્રીના સમય દરમિયાન નીકાળી દેતા હતા આ બાબતે સિંગણપોર પોલીસને અનેક ફરિયાદો મળી હતી તો તે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડયા છે,પાંચ ફાર્મમાં ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

LED ફોક્સ ચોરી કરવા નીકળતા હતા

પોલીસની તપસામાં સામે આવ્યું છે કે આરોપીઓએ 60થી વધુ LED લાઈટની ચોરી કરી છે જેમાં ક્રિશ કંથારીયા, રેહાન શેખ,હિતેન રાઠોડ, અનીકેત નાયકાની ધરપકડ કરવામાં આવી છે,અત્યાર સુધી કયાં અને કેટલી લાઈટોની ચોરી કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે સાથે સાથે લાઈટોની ચોરી કરીને કોને વેચતા હતા તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતા હતા અને તમામ આરોપીઓ 20 થી 25 વર્ષની ઉંમરના છે.

મોજશોખ માટે કરતા ચોરી

આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે જેમાં રામકથા રોડ પર વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રે 21 જેટલા LED ફોક્સની ચોરી કરી હતી. આ ચોરીના ગુનામાં અન્ય શખસો પણ સામેલ હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી LED ફોક્સની ચોરી કરી હતી. આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા હતા. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 60 જેટલા એલઇડી ફોક્સ, બે બાઈક અને મોબાઈલ ફોન મળી 3.87 લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.