Suratમાં ક્રાઈમ રેટ વધતા પોલીસ હરકતમાં, ભેસ્તાન આવાસમાં ડ્રોન કેમેરાથી કર્યુ ચેકિંગ

Jan 30, 2025 - 08:30
Suratમાં ક્રાઈમ રેટ વધતા પોલીસ હરકતમાં, ભેસ્તાન આવાસમાં ડ્રોન કેમેરાથી કર્યુ ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં ક્રાઇમ રેટ વધતા પોલીસ હરકતમાં આવી છે,તો ક્રાઇમ કંટ્રોલ માટે નાઈટ કોમ્બિંગ સુરત પોલીસે શરૂ કર્યુ છે,સુરત પોલીસ દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને આ કોમ્બિંગની શરૂઆત કરવામાં આવી હતી સાથે-સાથે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી કેમકે ડ્રોન કેમેરાની મદદથી ધાબા પર કોઈ અસામાજિક પ્રવૃતિઓ નથી ચાલી રહી ને તેને લઈ પણ તપાસ કરવામાં આવી હતી.

ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી

ભેસ્તાન આવાસમાં પોલીસે કોમ્બિંગ નાઈટ કરી હતી આ કોમ્બિંગ નાઈટમાં કોન્સ્ટેબલથી લઈ ડીસીપી સુધીના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને કોમ્બિંગ નાઈટ કરી હતી જેમાં આવાસમાં જઈ લોકોના ઘરની અંદર શું રહેલું તે પણ પોલીસે ચેક કર્યુ હતુ સાથે સાથે સાથે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી હતી.આ કોમ્બિંગમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને તેમણે પણ લોકોના ઘરમાં સર્ચ કર્યુ હોવાની વાત સામે આવી છે.

ભેસ્તાન આવાસમાં પોલીસે કર્યું કોમ્બિંગ

2 ડ્રોનની મદદથી પોલીસે ધાબા પર અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ સાથે સાથે પોલીસની અલગ-અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી અને તેમણે પણ સર્ચ કર્યુ હતુ,આ વિસ્તારમાં ગુનેગારો વધુ અને ક્રાઈમ રેટ વધુ હોવાથી પોલીસ પણ સતર્ક બની છે અને ગુનેગારો સામે ગુનાઓ પણ નોંધવામાં આવે છે,ત્યારે પોલીસે ગત કોમ્બિંગ નાઈટમાં કેટલા ગુના નોંધ્યા તેની માહિતી હાલમાં સામે આવી નથી,પણ પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ કોમ્બિંગ નાઈટ કરવામાં આવશે.

સુરતમાં ક્રાઈમ રેશિયો વધારે

સુરતમાં આમ પણ ક્રાઈમ રેશિયો વધારે રહે છે,હત્યા,દુષ્કર્મ,લૂંટ જેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે,ત્યારે આરોપીઓને કાયદાનું ભાન પણ પોલીસ કરાવતી હોય છે,તેમ છત્તા બેફામ બનેલા આરોપીઓને પોલીસની જાણે બીક ના હોય અને કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ તે લોકો ગુનો આચરવામાં જરાય પણ બીક રાખતા નથી,ત્યારે આવા આરોપીઓમાં ફફડાટ બેસે તેને લઈ પોલીસ કોમ્બિંગ કરતી હોય છે અને વિસ્તારમાં શાંતિ રહે તે માટે કોમ્બિંગ નાઈટ કરવી પણ જરૂરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0