Suratની તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થતા સર્જાયો આહલાદક નજારો

કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું તાપી નદી પર કોઝવેની સપાટી 9.2 મીટરે પહોંચી 1.90 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું સુરતી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે,ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.તાપી નદી પર આવેલો કોઝવે 9.2 મીટરે પહોંચ્યો છે,સાથે સાથે નદીમાં પાણી પણ છોડાઈ રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે,કોઝવે નું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે.ઉકાઈ માંથી 1.51લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હજી પણ 1.90 લાખ કયુસેક પાણી નદીમાં છોડાશે.માંડવીના મુજલાવમાં વાવ્યા ખાડીમાં પાણીની આવક થતા ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર ખાડીના પાણી ફરી વળ્યાં છે.વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થયો છે,મુજલાવને જોડતાં 8 જેટલાં ગામો સંપર્ક વિહોણા થયા છે.લોકો 10 થી 15 કિ.મી.નું ચક્કર કાપવા મજબૂર બન્યા છે.સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે.માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તા બંધ થયા છે.કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા થયા છે બંધ,માંગરોળના 13 અને માંડવીનાં 8 રસ્તા બંધ થયા છે.મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરીને જવું પડે છે.વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મધુબન ડેમમાંથી 97540 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમની જળ સપાટી 76.25 મીટરે પહોંચી છે.વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નાના ચેકડેમો તેમજ નદી-નાળા છલકાઈ ગયા છે.

Suratની તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થતા સર્જાયો આહલાદક નજારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું
  • તાપી નદી પર કોઝવેની સપાટી 9.2 મીટરે પહોંચી
  • 1.90 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું

સુરતી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે,ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.તાપી નદી પર આવેલો કોઝવે 9.2 મીટરે પહોંચ્યો છે,સાથે સાથે નદીમાં પાણી પણ છોડાઈ રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદ

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે,કોઝવે નું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે.ઉકાઈ માંથી 1.51લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હજી પણ 1.90 લાખ કયુસેક પાણી નદીમાં છોડાશે.માંડવીના મુજલાવમાં વાવ્યા ખાડીમાં પાણીની આવક થતા ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર ખાડીના પાણી ફરી વળ્યાં છે.વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થયો છે,મુજલાવને જોડતાં 8 જેટલાં ગામો સંપર્ક વિહોણા થયા છે.લોકો 10 થી 15 કિ.મી.નું ચક્કર કાપવા મજબૂર બન્યા છે.


સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે.માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તા બંધ થયા છે.કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા થયા છે બંધ,માંગરોળના 13 અને માંડવીનાં 8 રસ્તા બંધ થયા છે.મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરીને જવું પડે છે.

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મધુબન ડેમમાંથી 97540 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમની જળ સપાટી 76.25 મીટરે પહોંચી છે.વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નાના ચેકડેમો તેમજ નદી-નાળા છલકાઈ ગયા છે.