Suratના હીરા બજારમાં વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના ફસાયા નાણાં

Jan 18, 2025 - 10:00
Suratના હીરા બજારમાં વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના ફસાયા નાણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના હીરા બજારમાં મંદીનો દોરમાંથી પસાર થઈ રહ્યો છે. હીરા ઉદ્યોગની મંદીમાં વધુ એક વેપારીએ ઉઠામણું કરતાં લેણદારોના નાણાં ફસાયા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી ત્રણ વેપારીઓ પાસેથી હીરા લીધા બાદ રુપિયાની ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયો. લાંબા સમય સુધી કોઈ સમાચાર ના મળતાં લેણદાર ત્રણ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ડાયમંડ શહેર તરીકે ખ્યાતિ પામનાર સુરતની શિકલ અત્યાર બદલાઈ રહી છે. શહેરનો પ્રચલિત હીરા ઉદ્યોગ અત્યારે મહામંદીમાંથી પસાર થઈ રહ્યો છે. મંદીના કારણે કારીગરોની સાથે મોટા વેપારીઓ પણ ફસાયા છે. હાલના મંદીના સમયમાં વધુ એક વેપારીએ ઉઠમણું કરતા લેણદારો સહિત ઉદ્યોગને મોટો ફટકો પડયો.

શહેરમાં મંદીના માર વચ્ચે હીરા બજારમાં ઉઠમણાંનો દોર યથાવત.મહીધરપુરાના હીરાના વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. વેપારીએ હીરાના કારોબારને લઈને વરાછાના ત્રણ વેપારી પાસેથી હીરા લીધા હતા. જેના બાદ વરાછાના વેપારીઓ પાસેથી લીધેલ હીરાની કિમંતની ચૂકવણી કરવામાં પાછીપાની કરી હતી. વિશ્વાસે ચાલતા આ ઉદ્યોગમાં વેપારીએ વેપારી સાથે જ છેતરપિંડી કરી અને રૂપિયાની ચૂકવણી કર્યા વગર મહીધરપુરાનો વેપારી ગાયબ થઈ ગયો. ઘણા સમય સુધી કોઈ સંપર્ક ના થતાં છેતરપિંડીનો ભોગ બનનાર ત્રણ વેપારીઓએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા 660,000 જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સ જેવા મોટો પ્રોજેકટ બનાવવામાં આવ્યો. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરા ઉદ્યોગ કેન્દ્ર છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાવવા છતાં પણ સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવ્યો નથી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ ઉત્તર ગુજરાતના વેપારીએ 50 કરોડમાં ઉઠમણું કર્યું હતું. હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા મોટા વેપારીએ કરોડમાં ઉઠમણું કરતાં નાના વેપારીઓ પણ ફસાયા હતા.હીરા ઉદ્યોગના વેપારીઓ દ્વારા ઉઠમણાં કરાયાના વધતી ઘટનાને લઈને આ મામલે સરકારે કડક વલણ અપનાવવા તેમજ કાયદો લાવવાની જરૂર છે તેમ અન્ય વેપારીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0