Suratના પલસાણામાં 4 વર્ષની બાળકીને નરાધમે પીંખી નાખી, બાળકી રડતી-રડતી ઘરે આવી

Jan 20, 2025 - 13:30
Suratના પલસાણામાં 4 વર્ષની બાળકીને નરાધમે પીંખી નાખી, બાળકી રડતી-રડતી ઘરે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વધુ એક વાર શર્મસાર કરતી ઘટના સુરતના પલસાણાના એક ગામમાં બની છે,જેમાં બાળકી રમતી હતી અને તે દરમિયાન નરાધમ તેને ઉપાડીને લઈ જઈ દુષ્કર્મ આચરે છે,માતા-પિતા નોકરી ગયા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મને લગતો ગુનો નોંધીને વધુ તપાસ કરી છે અને એક આરોપીની ધરપકડ પણ કરી છે.

ઘર આંગણે રમતી બાળકી પર દુષ્કર્મ

4 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી તે દરમિયાન નરાધમ આવે છે અને બાળકીને કોઈ લાલચ આપીને લઈ જાય છે,ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં નરાધમ બાળકીને લઈ જતો હોય છે તેવું દેખાય છે,બાળકી રડતા-રડતા ઘરે આવે છે અને સમગ્ર ઘટના તેના માતા-પિતાને કહે છે,બાળકીને ગુપ્તાંગ ભાગેથી લોહી પણ નીકળ્યું હતુ અને તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવે છે.કડોદરા પોલીસ,એલસીબી પોલીસ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે.

કડોદરા જીઆઈડીસી પોલીસે હાથધરી તપાસ

આ ઘટનાને લઇને પરિવારજનો તરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી તેની કડક પૂછપરછ હાથધરી છે.આરોપી કયાંનો રહેવાસી છે તેની માહિતી હાલ સામે આવી છે ત્ચારે પોલીસે પણ આસપાસના સ્થાનિકોના નિવેદન લીધા છે.

2 જાન્યુઆરી 2025ના રોજ સુરતમાં બની આવી ઘટના

સુરતમાં નાની દીકરીઓ સુરક્ષિત નથી કે શું,કયારેક છેડતી તો કયારેક દુષ્કર્મની ઘટનાઓ બનતી જાય છે.આવી જ એક સુરતમા બની હતી જેમાં સ્કૂલ વાનચાલકે ઘેનયુક્ત ચા પિવડાવી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી,ધો 7ની વિદ્યાર્થિનીની દુષ્કર્મના ઇરાદે છેડતી કરતા સમગ્ર ઘટના સામે આવી હતી 3 દિવસથી ઘેનયુક્ત ચા પિવાડી કરતો હતો ગંદી હરકત બીજી તરફ માતા-પિતાએ સચિન પોલીસ મથકે નોંધાવી હતી પોલીસ ફરિયાદ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0