Suratના કોસંબામાં પોલીસ કર્મચારી પર હુમલો: ટ્રાફિક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે કરી મારામારી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જાહેર રોડ પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. પવિત્ર નવરાત્રિ મહોત્સવને પગલે ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરી રહેલી પોલીસ ટીમ પર યુવકે ઉશ્કેરાઈને હુમલો કરી દેતાં વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
રોડ વચ્ચે મોપેડ ઊભું રાખી વાત કરતા યુવકને ટોકતાં બબાલ
ગઈકાલે રાત્રે નવરાત્રિના તહેવારને કારણે માર્ગો પર ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે કોસંબા પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરી રહી હતી. આ દરમિયાન એક યુવક પોતાનું મોપેડ જાહેર રોડની વચ્ચોવચ ઊભું રાખીને અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીતમાં મશગૂલ હતો, જેના કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થઈ રહી હતી. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ફરજ પરના પોલીસે યુવકને મોપેડ રોડની સાઈડમાં લેવાનું કહેતાં જ તે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો.
જીઆરડી જવાનો અને અન્ય પોલીસે યુવકને કાબૂમાં લીધો
યુવકે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી અચાનક હુમલો કરી દીધો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓ અને જીઆરડી (GRD) ના જવાનોએ તાત્કાલિક વચ્ચે પડીને હુમલાખોર યુવકને પકડી પાડ્યો હતો અને સ્થિતિ વધુ વણસતાં અટકાવી હતી. કોસંબા પોલીસે ફરજમાં રુકાવટ અને હુમલો કરવા બદલ યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

